ETV Bharat / state

Gujarat Ayurvedic University : ઓમિક્રોનના દર્દીઓ માટે આયુર્વેદિક દવા કેટલી કારગર, ડૉ.અનુપ ઠાકરે સાથે વાત - Ayurvedic medicine for Omicron patients

હાલ કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં જ સતત કોરોનના કેસમાં વધારો નોંધાયો છે. જોકે કોરોના દર્દીઓને આયુર્વેદિક દવા કેટલી કારગત સાબિત થાય (Omicron case in Gujarat)છે તે બીજી લહેરમાં જોવા મળ્યું છે. ખાસ કરીને ઓમિક્રોનમાં આયુર્વેદિક દવા કઈ લેવી તે વિશે ETV Bharat સાથે આયુર્વેદિક યુનિવર્સિટીના(Gujarat Ayurvedic University )વાઇસ ચાન્સેલર ડૉ.અનુપ ઠાકરે ખાસ વાત ચીત કરી છે.

Gujarat Ayurvedic University : ઓમિક્રોનના દર્દીઓ માટે આયુર્વેદિક દવા કેટલી કારગર, ડૉ.અનુપ ઠાકરે સાથે વાત

author img

By

Published : Jan 12, 2022, 3:24 PM IST

જામનગરઃ ભારત દેશ હજારો વર્ષથી આયુર્વેદિક ઉપચાર(Gujarat Ayurvedic University ) દ્વારા વિવિધ અસાધ્ય રોગો પર કાબુ મેળવવામાં સફળ રહ્યું છે. ખાસ કરીને કોરોના દર્દીઓને પણ આયુર્વેદિક ઉકાળાઓ આપવાથી તાત્કાલિક રિકવરી થતી હોવાની વિગતો સામે આવી છે. ઓમિક્રોન કેસ સતત વધતા (Omicron case in Gujarat)આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુ ઠાકરે વિવિધ જડીબુટ્ટીઓ માંથી બનેલી દવાઓ વિશે વાત કરી છે અને આ જડીબુટ્ટીઓ કોરોના દર્દીઓ માટે અકસીર ઇલાજ રૂપ સાબિત થઈ રહી છે.

આયુર્વેદિક યુનિવર્સિટીમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર સજજ

જામનગરમાં કોરોના સંક્રમણ(Corona case in Jamnaga) વધી રહ્યું હોવાથી મનપાના તંત્ર દ્વારા હાલ 22 ધનવંત્રી રથો અને બે સંજીવની રથો શરૂ કરીને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે તેમાં રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર થયેલા આયુર્વેદ સંસ્થાનમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા સાથે ધનવંત્રી રથોને દવા સપ્લાય ઉપરાંત આયુષ મંત્રાલય નિર્મિત આયુ - 64 દવા હોમ ક્વોરેન્ટાઈન લોકોના હોસ્પિટલાઈઝેશન રોકવા અપાવાનું શરૂ થશે. તેમજ બે સંજીવની રથો હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓની ફોલોઅપ સારવાર ચેક - અપ માટે ચાલુ કરવામાં આવ્યા છે.

કોરોનાના દર્દીઓને આયુર્વેદિક દવા

જામનગરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો

જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. પ્રથમ વખત પ્રાથમિક સ્કુલના બાળકોમાં પણ કોરોના જોવા મળ્યો છે.આ વખતે સંક્રમણની ગતિ પણ વધુ છે. દૈનિક કેસોની સંખ્યા સતત વધતી જતી જોઈને મ્યુ. કમિશનર વિજય ખરાડીએ આરોગ્ય વિભાગના ડોક્ટરો અને અધિકારીઓ સાથે બેઠક યોજીને શહેરમાં સંક્રમણ રોકવાના પગલા લેવા તેમજ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પગલા લેવા ચર્ચા કરવામાં આવી હતી . જે બાદ શહેરમાં રર ધનવંતરી રથો શરૂ કરવા નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચોઃ Corona affects Kite Market: સતત બીજા વર્ષે પતંગ બજારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વેચાણમાં થયો 25 ટકાનો ઘટાડો

આ પણ વાંચોઃ કોરોના દર્દીઓના નિવારણ માટે હેલ્પલાઇન નંબર શરુ કરાયો, જાણો કયા પ્રકારની માહિતી થશે પ્રાપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.