જામનગર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ મતદાન કર્યું છે. વિડીયો વાયરલ કરી કોંગ્રેસમાં મત આપવા અપીલ કરી હતી. આજે પહેલા તબક્કાનું મતદાન(First phase voting) છે ત્યારે દરેક ઉમેદવારો મત દેવા માટે અપિલ હાથ જોડીને (Gujarat Assembly Election 2022) કરી હતી. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા મતદાન કરીને કોંગ્રેસમાં મત આપવા અપિલ કરવામાં આવી હતી. એક બાજુ રાજકારણ તો એક બાજુ પરિવારમાં આંતરિક લડાઈ જોવા મળી હતી.આ વીડિયોમાં પુત્રવધુ ને હરાવવા માટે સસરાએ લોકોને અપીલ કરતા નજરે પડ્યા છે.
ખરાખરીનો ખેલ જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં (Jamnagar assembly seat) ખરાખરીનો ખેલ ખેલાઈ રહ્યો છે. ત્યારે આજરોજ પાંચ વિધાનસભા બેઠક (Jamnagar five assembly seat) પર શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનુરૂપ સિંહ જાડેજાએ પંચવટી કોલેજ ખાતે મતદાન કર્યું છે. બે દિવસ પહેલા જ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવારને લોકો મત આપે તેવી અપીલ કરી હતી.
પરિવારમાં આંતરિક લડાઈ કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવોબા જાડેજા સામે ચૂંટણી લડી રહ્યા છે. આ વીડિયોમાં પુત્રવધુ ને હરાવવા માટે સસરાએ લોકોને અપીલ કરતા નજરે પડ્યા છે, આમ જાડેજા પરિવારમાં આંતરિક લડાઈ ખુલીને સામે આવી છે, ઈ ટીવી ભારત સાથે વાત કરતા અનિરુદ્ધસિંહ જાડેજા જણાવ્યું કે બધા પોતપોતાના વિચાર પ્રમાણે મતદાન કરતા હોય છે મેં પણ મારી વિચારધારા પ્રમાણે આજરોજ મતદાન કર્યું છે પરિવારમાં આંતરિક મત પાર્ટીના વિચારધારાને લઈ છે.