ETV Bharat / state

જામનગરમાં જૂથ અથડામણ, પોલીસે સમાધાન કરાવ્યું - જામનગર સમાચાર

જામનગરમાં આવેલા આંધ આશ્રમ નજીક બે પરિવાર વચ્ચે અંગત કારણોસર જૂથ અથડામણ થઇ હતી. આ જૂથ અથડામણમાં ધોકા, પાઇપ જેવા હથિયારોથી મારામારી કરવાના વીડિયો  વાયરલ થયા હતા. મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

અંધ આશ્રમ
અંધ આશ્રમ
author img

By

Published : Jan 23, 2021, 5:46 PM IST

  • જામનગરમાં અંધા આશ્રમ પાસે બે જૂથ વચ્ચે ધીંગાણું
  • પોલીસે મામલો થાળે પાડ્યો
  • જામનગરમાં બે જૂથ વચ્ચે આથડામણ

જામનગર : શહેરમાં આવેલા આંધ આશ્રમ નજીક બે પરિવાર વચ્ચે અંગત કારણોસર જૂથ અથડામણ થઇ હતી. આ જૂથ અથડામણમાં ધોકા, પાઇપ જેવા હથિયારોથી મારામારી કરવાના વીડિયો વાયરલ થયા હતા. મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

ધારદાર હથિયારો લઇ એકબીજા પર કર્યો હુમલો

પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં બેકાબૂ ટોળાંએ કાબુમાં લેવામાં આવ્યું હતું. જૂથ અથડામણમાં 5થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ઝગડો ક્યા કારણોસર થયો તે તપાસનો વિષય છે.

ગુનો કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

DYSP નિતેષ પાંડે સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે, સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુનો કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જૂથ અથડામણ ઇજાગ્રસ્ત 5 યુવકોને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. જોકે, તેમની તબિયત સ્થિર છે. ઈજાગ્રસ્તોના પરિજનોએ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.