ત્યારે તમામ મેમ્બરોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે, તમામ ટ્યૂશન સંચાલકોને તાત્કાલિક NOC તથા ફાયર સેફ્ટી પણ ઉપલબ્ધ કરવામાં આવે. આ અંગે ટ્યૂશન ક્લાસિસ સંચાલકોએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસથી ટ્યૂશન ક્લાસિસ બંધ હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓનું ટ્યૂશન થઈ શકતું નથી. વાલીઓ દ્વારા પણ ટ્યૂશન સંચાલકોને મેસેજ કરવામાં આવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્યૂટર ક્લાસિસ સંચાલકોની આ બેઠકમાં બધા સંચાલકો દ્વારા સુરત બનાવમાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.