ETV Bharat / state

જામનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્માર્ટ સિટી મુદ્દે વાર પલટવાર

જામનગર કોર્પોરેશનની સામાન્ય સભા (General meeting of Jamnagar Corporation ) મેયર બીનાબેન કોઠારી (Jamnagar Mayor Binaben Kothari )ના અધ્યક્ષસ્થાને ટાઉનહોલમાં યોજાઈ હતી. આ સામાન્ય સભામાં શહેરના જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં સ્માર્ટ સિટી મુદ્દે ( Issue of Smart city Discussed ) વાર પલટવાર જોવા મળ્યાં હતો.

જામનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્માર્ટ સિટી મુદ્દે વાર પલટવાર
જામનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્માર્ટ સિટી મુદ્દે વાર પલટવાર
author img

By

Published : Dec 20, 2022, 8:40 PM IST

સામાન્ય સભામાં સ્માર્ટ સિટી સર્વેના પોસ્ટરનું વિમોચન બાદ વાર પલટવાર

જામનગર જામનગર કોર્પોરેશનની સામાન્ય સભા (General meeting of Jamnagar Corporation ) મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને (Jamnagar Mayor Binaben Kothari ) ટાઉનહોલમાં યોજાઈ હતી. આ સામાન્ય સભામાં શહેરના જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ જામનગર શહેરને સ્માર્ટ સિટી ( Issue of Smart city Discussed ) બનાવવા માટે પ્રજાને વચનો આપ્યાં હતાં અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તેમાં જામનગરના નગરજનોના ઓપિનિયન પણ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો જૂનાગઢ કોર્પોરેશનની સાધારણ સભામાં જોશીપરાનું કોમ્પ્લેક્સ બન્યું વિવાદિત

એક હજાર કરોડની ગ્રાન્ટનો સવાલ છે જો જામનગર શહેર સ્માર્ટ સિટીમાં આવી જાય તો દર વર્ષે એક હજાર કરોડની ગ્રાન્ટ પણ મળે છે. ત્યારે આજ રોજ ગૃહમાં શાસક પક્ષના કોર્પોરેટર સ્માર્ટ સિટીના બેનર લઈ ઝડપથી જામનગર સ્માર્ટ સિટી બને તેવું પ્રદશન કર્યું છે. એક બાજુ સ્માર્ટ સિટીના સપના શાસક પક્ષ જોવે છે તો બીજી બાજુ કોર્પોરેશન કર્મચારીઓ જ ઓછા છે. જેના કારણે એક કર્મચારીને બે બે હોદ્દા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો જામનગરને બનાવો નંબર વન, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2022ના સર્વેમાં

વિપક્ષનો પણ વિરોધ જામનગર કોર્પોરેશન વિપક્ષે પણ સ્માર્ટ સિટી ( Issue of Smart city Discussed ) મુદ્દે ગૃહમાં વિરોધ કર્યો છે અને કહ્યું છે કે લોકોને પહેલા પ્રાથમિક જરૂરિયાત આપો. પૂરતું પીવાનું પાણી મળતું નથી, આરોગ્યના કોઈ ઠેકાણા નથી અને મુગેરીલાલના સપના શાસક પક્ષ દેખાડે છે.

સ્માર્ટ સિટી સર્વેના પોસ્ટરનું વિમોચન આજરોજ જામનગર કોર્પોરેશન સામાન્ય સભામાં સ્માર્ટ સિટી સર્વેના પોસ્ટરનું વિમોચન ( Issue of Smart city Discussed ) કરવામાં આવ્યું હતું. વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ JMCમાં અધિકારીઓની ભરતી કરવા અંગે ધારદાર રજૂઆત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે DMC સહિતના અધિકારીઓને બે કરતા વધુ ચાર્જ આપવામાં આવ્યાં છે. સ્માર્ટ સિટી બનાવવા પહેલા અધિકારીઓની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. શહેરમાં વધતા રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ બેદરકાર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

રખડતા ઢોરના ત્રાસથી મુક્તિની માગણી કાલાવડ નાકા પાસેનો જર્જરિત પુલની વર્ષોથી સમસ્યા અંગે તેમજ રખડતા ઢોરના ત્રાસથી (Issue of stray cattle )મુક્તિ આપવા અને વર્ષે રૂ. 81.36 લાખ રખડતા ઢોર માટે રાખવામાં આવેલ રોજમદાર પાછળ ખર્ચ કરવામાં આવે છે છતાં નિરાકરણ નથી આવતું તેમ કોર્પોરેટર જેનબબેન ખફીએ જણાવ્યું હતું. icds શાખાના અધિકારી પર વિજિલન્સ તપાસ આવી પછી પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યાં તેમ જણાવતા કોર્પોરેટર રચના નંદાણિયા (Corporator Rachna Nandania )એ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ પ્રશ્ન અંગે યોગ્ય પગલાં લેવામાં નહી આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.