જેમાં દેશના યુવાનો અને બાળકોમાં ફિટનેસ રહે તે ઉદ્દેશ્યથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને લોન્ચિંગ કર્યું હતું. દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વડાપ્રધાને સ્વચ્છ ભારતને પણ અગાઉ લોન્ચ કરી ચૂક્યા છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે.
આજના ભાગદોડ ભર્યા સમયમાં લોકો પોતાના શરીરનું ફિટનેસ જાળવી શકતા નથી. ત્યારે લોકો પોતાના શરીરને સ્વસ્થ અને સુડોળ બનાવી રાખવા માટે સમય કાઢે અને દિવસ દરમિયાન વિવિધ કસરત કરી શરીરને ફિટ રાખી શકે છે તે માટે આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, નાયબ કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા રમત ગમત અધિકારી નિતાબા વાળા ઉપસ્થિત રહ્યા હતાં.