- સચાણામાં 6 કરોડના ખર્ચે બનેલી જેટી શોભાના ગાંઠિયા સમાન બની છે
- બોટ લાંગરવા માટેની યોગ્ય વ્યવસ્થા ન કરાતા માછીમારો નારાજ
- દરિયામાં બોટ રાખવાથી માછીમારોને ભારે નુકસાન
જામનગર : ભાવનગરના અલગ બાદ જામનગરના સચાણામાં નાના અને મધ્યમ કદના જહાજના ભંગાણ માટેનું શિપયાર્ડ બનાવવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકારે અહીં વિવિધ વિકાસ કાર્યો હાથ ધર્યા છે. જોકે, સચાણામાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે. કારણ કે, અહીં 6.5 કરોડના ખર્ચે રાજ્ય સરકારે માછીમારો માટે જેટી બનાવી છે.
થોડા સમય પહેલા જ 6 કરોડોના ખર્ચે જેટી બનાવવામાં આવી
આ જેટી પર યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે માછીમારોને ભારે નુકસાન થઇ રહ્યું છે. મહત્વનું છે કે, સંચાણા ગામમાં 450 જેટલી બોટ છે અને જેટી પર લાંગરવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે મોટા ભાગની બોટ દરિયામાં ખુલ્લામાં લંગારવી પડે છે. જેના કારણે બોટો એકબીજા સાથે અથડાવાના કારણે મોટોમાં ભારે નુકસાની થઈ રહી છે.
![જામનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-05-jt-sachana-7202728-mansukh_19122020145347_1912f_1608369827_163.jpeg)
બોટો દરિયામાં રાખવાથી બોટોમાં થઈ રહ્યું છે ભારે નુકસાન
સચાણા બોટ એસોસિયેશનના પ્રમુખ અલારખાભાઈના જણાવ્યા અનુસાર જેટી પર લાઇટની સુવિધા ન હોવાના કારણે પણ મુશ્કેલી પડી રહી છે. જોકે, રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી.