જામનગરમાં કમિશ્નર સતીષ પટેલના આદેશ બાદ તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જે કોમ્પલેક્ષ અને શાળા-કોલેજોમાં રાખવામાં આવ્યા નથી. તે તમામને નોટિસ પણ પાઠવવામાં આવી છે.
જામનગરની ખ્યાતનામ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં જ ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા નથી. અહીં નર્સિંગના તેમજ MBBSના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે વાંધો એ છે કે, જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે પણ શહેરમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી હતી.