જામનગર : હાપા માર્કેટ યાર્ડમાં હાલ સિઝનની નવી મગફળીની આવક વિપુલ પ્રમાણમાં શરૂ થઈ ચૂકી છે. હાપા યાર્ડમાં દરરોજ 3000 થી 4000 ગુણી જેટલી નવી મગફળીની આવક થવા પામી રહી છે. હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલ દ્વારા જણાવ્યા મુજબ છેલ્લાં એક સપ્તાહમાં 39 હજાર મણ જેટલી નવી મગફળીની આવક હાપા માર્કેટ યાર્ડમાં થઈ છે, અને ખેડૂતોને 700 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના એક મણના ભાવ પણ મગફળીના આપવામાં આવી રહ્યા છે. ત્યારે ચાલુ સિઝનમાં શરૂઆતથી જ હાપા માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં મગફળીની ધૂમ આવક થતી જોવા મળી રહી છે.
જામનગર પંથકના ખેડૂતો ખૂલ્લી હરરાજીમાં મગફળી વેચવા મજબૂર
જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતો ટેકાના ભાવે ઓનલાઇન મગફળીની નોંધણી કરાવવાના બદલે માર્કેટિંગ યાર્ડની ખુલ્લી હરાજીમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે. હાપા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં 39 હજાર જેટલી મગફળીની નવી આવક થવા પામી છે. ત્યારે ખેડૂતોને ખૂબ સારા ઊંચા ભાવ યાર્ડની ખુલ્લી હરાજીમાં મળી રહ્યા છે.