જામનગરના પનારા બંધુઓએ ખેતી સાથે નર્સરી દ્વારા રોપ ઉછેર-વેચાણ થકી અપનાવ્યો નવતર માર્ગ - latest news in Jamnagar
જામનગર જિલ્લાના ખેડૂતો હાલ અનેક નવા ખેત ઉત્પાદનના પ્રયોગો કરી, ખેતીની નવી પદ્ધતિઓ દ્વારા વધુ ઉત્પાદન મેળવવાના નવતર પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જામનગરમાં અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ પણ વળ્યા છે અને તેમાં સફળતા મેળવી છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતીમાં નવા પાક, નવી ખેત પદ્ધતિ દ્વારા વધુ આવક માટેના પ્રયોગો કરતા હોય છે. પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ખાતેના પનારા બંધુઓએ માત્ર ખેતી નહીં. પરંતુ ખેતી સાથે જ નર્સરી દ્વારા વધુ આવકના સ્ત્રોતો ઉત્પન્ન કર્યા છે.
- જામનગરમાં અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા
- નર્સરી દ્વારા છોડ બનાવી વર્ષે 10 લાખનો નફો
- પાકના મૂલ્યવર્ધન થકી સમૃધ્ધ બનતા ખેડૂત બંધુઓ
જામનગર : જિલ્લાના ખેડૂતો હાલ અનેક નવા ખેત ઉત્પાદનના પ્રયોગો કરી, ખેતીની નવી પદ્ધતિઓ દ્વારા વધુ ઉત્પાદન મેળવવાના નવતર પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જામનગરમાં અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ પણ વળ્યા છે અને તેમાં સફળતા મેળવી છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતીમાં નવા પાક, નવી ખેત પદ્ધતિ દ્વારા વધુ આવક માટેના પ્રયોગો કરતા હોય છે. પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ખાતેના પનારા બંધુઓએ માત્ર ખેતી નહીં. પરંતુ ખેતી સાથે જ નર્સરી દ્વારા પણ વધુ આવકના સ્ત્રોતો ઉત્પન્ન કર્યા છે.
માત્ર નર્સરી દ્વારા જ વર્ષે 10 લાખની આવક મેળવી
મોટા વાગુદળના અરવિંદભાઈ પનારા અને મુકેશભાઈ પનારા રુદ્ર ફાર્મ નર્સરી અને કપિરાજ ફાર્મ નર્સરી નામક બે નર્સરી દ્વારા ગલગોટા અને શાકભાજીના પાકોમાં મરચાં, ફ્લાવર, રીંગણ, કોબી, ટામેટા જેવા પાકના રોપા(ધરું) બનાવી, તેને ઉછેર કરી અને અન્ય ખેડૂતોને વેચી રહ્યા છે. વર્ષે 17 લાખ જેટલા રોપાઓ બનાવી, આ રોપાની પડતર કિંમત સામે પનારા બંધુઓ વર્ષે 10 લાખનો નફો મેળવે છે. વર્ષ દરમિયાન ત્રણ વાર આ છોડ માટેની પ્રક્રિયા કરી તેનું વેચાણ કરવામાં આવે છે. તૈયાર થયેલા છોડ જામનગર, રાજકોટ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવે છે. આમ આ પનારા બંધુઓ માત્ર નર્સરી દ્વારા જ વર્ષે 10 લાખની આવક મેળવી રહ્યા છે.