જામનગરઃ વરસાદી વાતાવરણ વચ્ચે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં મગફળીનો જથ્થો લઇને પહોંચ્યા હતા. પરંતુ પડેલા વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન જાય તેવી પણ ભીતી છે. ત્યારે જામનગરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીનો જથ્થો લઇને પહોંચેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
ગઈકાલે સાંજે વરસાદી વાતાવરણ વચ્ચે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં મગફળીનો જથ્થો લઇ પહોંચ્યા હતા. જો કે, અહીં યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ જથ્થો માર્કેટયાર્ડની બહાર પોતાના પ્રાઈવેટ વાહનમાં રાખવામાં આવ્યો હતો.
જામનગરમાં ગઈકાલે બપોર બાદ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને અનેક વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન જાય તેવી પણ ભીતી છે, ત્યારે જામનગરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીનો જથ્થો લઇને પહોંચેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
ગઈકાલે ETVમાં અહેવાલ પ્રસારિત થયા બાદ હાપા માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક તમામ ખેડૂતોની ગાડીઓ યાર્ડ બહાર રાખવામાં આવી હતી તેને તાત્કાલિક યાર્ડની અંદર લઈ જવામાં આવી હતી અને ખેડૂતોની મગફળી વરસાદમાં પલળે નહીં તે માટે તેમને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવી હતી.