જામનગર: જામનગરના એરપોર્ટ પર ઈન્ટરનેશલ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing At Jamnagar Airport) કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટમાં બોંબ હોવાની આશંકાને પગલે જામનગર એરપોર્ટ (Jamnagar Airport) પર લેન્ડિંગ કરાયું છે. બોંબ હોવાની આશંકાને પગલે જામનગરમાંથી પોલીસ વડા (Jamnagar SP) સહિત બોંબ સ્ક્વોડનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો. જામનગર એરપોર્ટને તમામ બાજુએથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ફાયર સેફ્ટી અભાવ મુદ્દે અરજદારને પુરાવા રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ
અંદર જવા પર પ્રતિબંધઃ જામનગર એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ બોંબ હોવાની આશંકાના પગલે ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર લેન્ડિગ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર 5થી વધારે 108 તેમજ (International flight landing At Jamnagar Airport ) ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. આ ફ્લાઈટ મેક્સિકોથી ગોવા જઈ રહી હતી. એ સમયે જામનગર એરપોર્ટમાં ઈમરજન્સી લેન્ડ કરવામાં આવી હતી. જામનગર પોલીસ કંટ્રોલ રૂમને વિમાનમાં બોંબ હોવા અંગેની જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિત ક્લેક્ટર પણ એરપોર્ટ પહોંચી ગયા હતા.