- પાલિતાણા શહેરમાં ગેસનો બાટલો ફાટ્યો
- મકાનમાં રહેલી સાધન સામગ્રી બળીને ખાખ
- પાલીતાણા ફાયર ટીમે આગને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો
ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેરમાં રહેણાંકી મકાનમાં ગેસનો બાટલો ફાટતા દોડધામ મચી ગઇ હતી. આગને કારણે મકાનમાં રહેલી સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગઇ હતી. પાલીતાણા ફાયર વિભાગને જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ ઘરમાં રહેલા ઘર વખરીનો માલ સામાન બળીને ખાખ થયો હતો.
આ અગાઉ અનેક શહેરોમાં ગેસ લીકેજની ઘટના બની ચુકી છે.
સમગ્ર રાજ્યમાં આગના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના ભીલવાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન નિકેશ રાંધણ ગેસનો બાટલો અકસ્માતે સળગતા ભિષણ આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડના બે જવાન સહિત પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ તમામ ઇજાગ્રસ્તોનો તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવના પગલે આસપાસના રહીશ ઘરનો બાટલો લઇ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો અને આ ઘટનાને પગલે નજીકના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મોરબી શહેરના લીલાપર રોડ પર સોસાયટીમાં રહેતા વોરાજીના મકાનમાં ગેસ બાટલો ફાટતાં પતિ પત્ની અને બાળક એમ 3 વ્યક્તિ દાઝી ગયા હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
- મોરબીના વાવડી રોડ પર ગેસનો બાટલો લીકેજ થતા અફરાતફરી
મોરબી શહેરના વાવડી રોડ પરના મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરની ટીમે સમયસર સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
- સેલવાસમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં બાવીસા ફળીયા ખાતે એક મકાનમા ગેસ લીકેજના કારણે ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં પતિ-પત્ની સહીત 2 વર્ષની બાળકી દાઝી ગઈ હતી. જેઓને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને મહિલાની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.