જામનગર: મસીતિયા ગામમાં આવેલ હઝરત કમરૂદિન શાહ બાબાના ઉર્ષ પ્રસંગે અને ધૂળેટીના તહેવાર નિમિતે હિંદુ-મુસ્લિમ લોકોએ ભેગા મળીને દરગાહ ખાતે પ્રસાદ અને અનેક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મસીતિયા ગામમાં આવેલ દરગાહના 114માં ઉર્ષ નિમિત્તે દરગાહ પાસે આવેલા વિશાળ મેદાનમાં ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિજેતા થનાર ઘોડે સવારના માલિકને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
આ રેસમાં સૌરાષ્ટ્રભરમાંથી આવેલા અંદાજે 30 જેટલા ઘોડાની રેસ યોજાઈ હતી. આજના બુલેટ ટ્રેન અને જેટ વિમાનના યુગમાં પણ જામનગર નજીકના માઇતિયા ગામના લોકોએ હિંદુ-મુસ્લિમની એકતા રૂપી આ ઉર્ષના તહેવારની ઉજવણી જાળવી રાખી છે. કોઈ પણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વગર યોજી આ રેસ તે એક ઉદાહરણ રૂપ કહી શકાય.