ETV Bharat / state

ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિની જાહેરાત પર રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ આપી પ્રતિક્રિયા - Ranji Trophy Champion

ભારતના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેને લઇને રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ પાર્થિવ પટેલની નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા આપી છે.

ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિની જાહેરાત પર રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Dec 10, 2020, 7:48 AM IST

  • સૌથી નાની વયે વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મેળવનારા પાર્થિવ પટેલ
  • ગુજરાતની રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનારા પાર્થિવ પટેલ
  • ધનરાજ નથવાણી પાર્થિવ પટેલને પાઠવી શુભકામના

જામનગરઃ ભારતના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવે 18 વર્ષના લાંબા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 મેચ રમી. તે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તેમજ તેની કપ્તાનીમાં જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું હતુ.

ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિની જાહેરાત પર રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ આપી પ્રતિક્રિયા
ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિની જાહેરાત પર રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ આપી પ્રતિક્રિયા

રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટની પ્રતિક્રિયા

રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી, ઉપપ્રમુખ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.),નું પાર્થિવ પટેલની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા આપી છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પાર્થિવ પટેલ અંગે ગર્વ અનુભવે છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ને પ્રસિદ્ધિ અપાવી છે. તેમણે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન-ડે ઇન્ટરનેશનલ અને કેટલીક ટી-20 રમી છે અને 2002માં ભારતના ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટમાં પદાર્પણ કરીને ભારતના સૌથી નાની વયના ટેસ્ટ વિકેટકીપર બનવાનું બહુમાન મેળવ્યું હતું. તેમની કપ્તાનીમાં જી.સી.એ.ની ટીમે 60 વર્ષ પછી પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી હતી. સ્થાનિક ક્રિકેટમાં જી.સી.એ.ની ટીમે વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વિજય મેળવ્યો ત્યારે તેમણે ટીમનું નેતૃત્વ કર્યું હતું.

ભવિષ્યના આયોજન માટે શુભેચ્છા

રિલાયન્સ ગ્રુપ દ્વારા જણાવામાં આવ્યુ કે, ક્રિકેટના વિકાસ અને વૃદ્ધિમાં તેમના પ્રદાનની નોંધ લઈએ છીએ અને પ્રશંસા કરીએ છીએ અને તેઓ ભવિષ્યના આયોજનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.