જામનગરઃ દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, ત્યારે આજરોજ ગુરુવારે જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ડેપ્યુટી DDO કીર્તન પરમારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા પંચાયતમાં ફફડાટ ફેલાયો છે.
- કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો
- ડેપ્યુટી DDOની ઓફીસને સેનેટાઇઝ કરમાં આવી
- જામનગરમાં અત્યાર સુધીમાં 165થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- DDO કીર્તન પરમાર હાલ સારવાર હેઠળ
ત્રણ દિવસ પહેલા જિલ્લા પંચાયતમાં જૂનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેપ્યુટી DDOની ઓફીસને સેનેટાઇઝ કરમાં આવી હતી.
જામનગરમાં અત્યાર સુધીમાં 165થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ જામનગરની કોવિડ હોસ્પિટલમાં 70 જેટલા પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. તો છ જેટલા વ્યક્તિના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા છે. મહત્વનું છે કે, જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDO કીર્તન પરમાર આઠ દિવસથી જિલ્લા પંચાયતમાં ગયા ન હતા અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.