જામનગર: રાજ્ય પર સંભવિત વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વિવિધ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રને સજ રહેવા માટેના આદેશ સીએમ કાર્યાલયથી આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવાજડુ ખાબકે તો મોટી જાનહાનિ થાય તેવી શક્યતા છે. જોકે અરબી સમૃદ્ધમાં ડિપ્રેશન સર્જાયું છે અને વાવાઝોડું હજુ 590 km દૂર છે છતાં પણ તેની અસર વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. જામનગરમાં નવા બંદરે ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. પવનની ગતિમાં વધારો નોંધાયો હતો.
ચાર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું: બિપરજોય વાવાઝોડું જેમ-જેમ નજીક આવેલી છે તેમ તેમ બંદર પરના સિગ્નલો પણ ફેરવવામાં આવી રહી છે. ગઈકાલે જામનગરના નવા બંદર પર બે નંબરનું સિગ્નલ હતું. આજ રોજ ચાર નંબરનો સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ચાર નંબરના સિગ્નલનો સીધો ઈશારો થયા છે કે ભારે પવન સાથે વરસાદ પડશે. ગઈકાલે ભારે ભવન સાથે પડેલા વરસાદના કારણે 25 જેટલી જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયા છે અને અનેક વૃક્ષો પડી ગયા છે.
વાવાઝોડાની અસર: જામનગર શહેરમાં ગઈકાલે સાંજે 5:00 વાગ્યાની આસપાસ બીપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જામનગર શહેરમાં ગત રાત્રે સુધી 16 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં પણ કેટલી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હોવાને ઘટના સામે આવી છે. જામનગર શહેરમાં બપોર બાદ એક એક હવામાનમાં પલટો આવ્યો હતો અને પ્રતિ કલાક 55 થી 60 કિમીની ઝડપે પવન હોકાયત હતો. ધીમીધારે વરસાદ પણ શરૂ થયો હતો. આ તોફાની પવનના કારણે જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ 16 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યો છે.
એક વ્યક્તિનું મોત: બીજી બાજુ જામનગર જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા તો કેટલાના ઘરોના શેર ઊઠ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. તો કેટલી જગ્યાએ વીજ થાંભલા પણ થરાદ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બીપરજોય વાવાઝોડાની અસરની હજી તો અસર જોવ જોવા મળે રહી છે. એક વ્યક્તિનો ભોગ લીધા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. જામનગર નજીક આવેલા જીવાપર ગામની સીમમાં વીજળી શક્તિસિંહ ગોહિલ નામના 25 વર્ષે યુવાનો મોત થતા પરિવાર જનોમાં પણ ગમગીનીનો માહોલ છવાયો હતો.