ETV Bharat / state

Cyclone Biparjoy: GSDMA ગાંધીનગર દ્વારા જામનગરને હેમ રેડીયો ટીમ ફાળવાઈ - જામનગરને હેમ રેડીયો ટીમ ફાળવાઈ

કુદરતી આપદામાં જ્યારે તમામ પ્રકારના સંદેશા માધ્યમો ખોરવાય જાય, ત્યારે કામ આવે છે હેમ રેડિયો સિસ્ટમ. આ સિસ્ટમ આપાતકાલીન સ્થિતિમાં સંદેશાની આપ-લેમાં ખુબ ઉપયોગી સાબિત થાય છે. આખરે કેવી રીતે કામ કરે છે આ હેમ રેડિયો સિસ્ટમ જાણો...

Etv Bharat
cyclone-biparjoy-bipcyclone-biparjoy-biporjoy-cyclone-special-ham-radio-team-has-been-allocated-in-jamnagar-by-gsdmam-has-been-allocated-in-jamnagar-by-gsdma
author img

By

Published : Jun 14, 2023, 3:57 PM IST

જામનગરમાં સેટઅપ તૈયાર!

જામનગર: જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર ( GSDMA ) દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે.

હેમ રેડીયો ટીમ ફાળવાઈ: વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ જાય છે. તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે હેમ રેડિયો ઓપરેટર સુરજ કોટેચા, ઘનશ્યામસિંહ પરમાર, સુરેશ કુંબલે, કૌશિક જોગીદાસ, નીતીશ મહેતા સહિતના સભ્યો સાથેની હેમ રેડીયો ટીમ કલેક્ટર કચેરી જામનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હેમ રેડિયો એટલે શું?: હેમ રેડિયોને સરળ ભાષામાં સમજીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇપણ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર રહેતી નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. આ હેમ રેડિયો એક એવુ કોમ્યુનિકેશન માધ્યમ છે કે જે વાવાઝોડા અને ભુકંપ જેવી કુદરતી આપદામાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બને છે.

આપાતકાલીન સ્થિતિમાં સંદેશાની આપ-લેમાં ખુબ ઉપયોગી: ઉલ્લેખનીય છે કે હાલ જામનગર પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે આ હેમ રેડિયો સિસ્ટમ આપાતકાલીન સ્થિતિમાં સંદેશાની આપ-લે માટે ખૂબ મહત્વની બની રહેશે.

ગુજરાતમાં વાવાઝોડામાં વપરાયો હેમ રેડિયો: 2021માં ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડામાં પણ આ કારણે હેમ રેડિયોનો ઉપયોગ થયો હતો. હેમ રેડિયો દશકાઓથી વપરાય છે ત્યારે 1998ના કંડલા બંદર પર આવેલા વાવાઝોડામાં પણ હેમ રેડિયો જેને સેટેલાઇટ ફોન તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ થયો હતો.

  1. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં કામ કરશે આ ટચૂકડું સાધન, ગાધીનગર અને રાજકોટમાં હેમ રેડિયો સેન્ટર શરુ
  2. ડાંગ જિલ્લાના બાળકો માટે સેટેલાઈટ હેમ રેડીયો નિદર્શન યોજાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.