વ્યાજખોરોના ત્રાસથી યુસુફભાઈ બકરીવાલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જામનગરમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. અગાઉ પણ વ્યાજખોરોના ત્રાસના કારણે જેરી દવા પી લેવાના બનાવો બન્યા હતાં.
છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરના ત્રાસથી પરેશાન હોવાથી પોલીસને રજૂઆત કરવા ગયા હતા અને અચાનક જેરી દવા પી લેતા દોડધામ મચી ગઇ હતી.