ETV Bharat / state

સગા દીકરા - દીકરી પણ ન કરી શકે તેવી સેવા કરી જામનગરની કોવિડ હોસ્પિટલના હેલ્પરોએ - news in covid Hospital

જામનગરની કોવિડ હોસ્પિટલના ડિસ્ચાર્જ કાઉન્ટરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કોરોનાની સારવાર લઇને હંસાબેનને રજા આપવામાં આવી રહી હતી. ત્યારે તેમણે હોસ્પિટલના હેલ્પરોની સમયસર લેવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. તેઓને ઘર જેવી જ સુવિધા હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.

જામનગરની કોવિડ હોસ્પિટલનાજામનગરની કોવિડ હોસ્પિટલના
જામનગરની કોવિડ હોસ્પિટલના
author img

By

Published : Dec 9, 2020, 3:30 PM IST

  • જામનગરની કોવિડ હોસ્પિટલના ડિસ્ચાર્જ કાઉન્ટરમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
  • વિદાય લઇ રહેલા દર્દીઓને અપાય છે વિવિધ જરૂરીયાતની કીટ
  • જી.જી.કોવિડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે વાહનની સુવિધા

જામનગર : ‘‘સગા દીકરા -દીકરી પણ ન કરી શકે તેવી અમારી સેવા હોસ્પિટલના હેલ્પરોએ કરી છે. અમને નવડાવવા, બાથરૂમ સુધી લઈ જવા, ફળ-સલાડ સુધારી દેવુ તેમજ અશક્ત અને સંપૂર્ણ પથારીવશ દર્દીઓની સ્વચ્છ કરવા સહિતની સેવા હોસ્પિટલના હેલ્પર દ્વારા સ્નેહપૂર્વક કરવામાં આવી રહી છે. નાનામાં નાની વાતની કાળજી અમારી હોસ્પિટલમાં લેવામાં આવી હતી. સમયરસર દવા -ઇંજેકશન- આરોગ્યપ્રદ ભોજન, ઉકાળા સમયસર આપવામાં આવતા હતા. આ ઉપરાંત ડોકટર-નર્સ દ્વારા પણ સુંદર સારવાર આપવામાં આવતી હતી. મને આ જી.જી. કોવિડ હોસ્પિટલમાં કોઇ મુશ્કલી પડી નથી.’ જામનગરની કોવિડ હોસ્પિટલના દર્દી કોરોનામુક્ત થઈ ઘરે જવા માટે વિદાય લઇ રહેલા 70 વર્ષના હંસાબેન ત્રિવેદીએ ભારે હૈયે અને ભીની આંખે આ વાત કરી હતી.

સગા દીકરા - દીકરી પણ ન કરી શકે તેવી સેવા કરી જામનગરની કોવિડ હોસ્પિટલના હેલ્પરોએ

હંસાબેનને જરૂરીયાતની કીટ વિનામૂલ્યે આપવામાં આવી

જામનગરની કોવિડ હોસ્પિટલના ડિસ્ચાર્જ કાઉન્ટરમાં આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે હંસાબેન કોરોનામુક્ત થતા તેઓને રજા અપાયા બાદ હંસાબેન તથા તેમનો સમાન લઈને હેલ્પર હોસ્પિટલમાંથી બહાર કેમ્પસમાં ડિસ્ચાર્જ કાઉન્ટર ઉપર લઇને આવે છે. આ ડિસ્ચાર્જ કાઉન્ટર ઉપર વિદાય લઇ રહેલા દર્દી હંસાબેનને વિવિધ જરૂરીયાતની કીટ વિનામૂલ્યે આપવામાં આવી હતી. જેમાં પાણીની બોટલ, બિસ્કિટ પેકેટ, કોલ્ડ ડ્રિન્ક, કોરોના અંગેની સાવચેતીના પેમ્પ્લેટ હોય છે.

જામનગરની કોવિડ હોસ્પિટલના
જામનગરની કોવિડ હોસ્પિટલના હેલ્પરો

ઘર કરતા પણ વિશેષ સુવિધાઓ અમને પૂરી પડાઇ

આ ઉપરાંત આ કીટ આપતી વખતે હેલ્પ ડેસ્કના હેલ્પર કમ કો-ઓર્ડિનેટર ભાવિન મુંજાલ દ્વારા હંસાબેનને હવે સાજા થયા પછી શુ-શુ ધ્યાન રાખવું જોઈએ તેની જાણકારી આપવામાં આવી હતી. જામનગર શહેરમાં રહેતા સાજા થયેલા દર્દીઓને ધરે મુકવા જવા હોસ્પિટલમાં વાહનની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. જોકે, હંસાબેનને પુત્ર સુનિલભાઇ એમના વાહનમાં જ તેડવા આવ્યા હતા. હંસાબેનને ઠંડી અને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દવા લીધી અને રિપોર્ટ કરાવ્યો હતો. પછી તેઓ જી.જી. કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દસ દિવસ દાખલ થયા હતા. તેઓ વધુમાં કહે છે કે, અમને જમવામાં કઠોળ, લીલા શાકભાજીના શાક, હળદળવાળુ દૂધ, ગરમ નાસ્તો, ઉકાળા આપવામાં આવતા હતા. ઘર કરતા પણ વિશેષ સુવિધાઓ અમને પૂરી પાડવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.