ETV Bharat / state

જામનગરમાં બહેનનું અવસાન થયું હોવા છતા કોરોના વોરિયર DYSP સૈયદ ડ્યૂટી પર તૈનાત રહ્યા

સમગ્ર દેશને કોરોના કહેરથી બચાવવા કોરોના વોરિયર્સ જીવના જોખમે પોતાની ડ્યૂટી નિભાવતા જોવા મળી રહ્યા છે. ક્યાંક પોતાના છ મહિનાના બાળકને મૂકીને એક માતા ડૉક્ટરના સ્વરૂપમાં લડી રહી છે. તો ક્યાંક પોતાના સ્નેહીજનની કારમી વિદાયને અવગણીને અન્ય કોઇને પોતાના સ્વજન ન ગુમાવવા પડે તે માટે દિવસ-રાત ઢાલ બનીને પોલીસકર્મીઓ કોરોના સામે લડી રહ્યા છે. વતનપરસ્તીની ભાવના સાથે દેશસેવા કરતા આવા જ એક કોરોના વોરિયર છે. જામનગરના DYSP એ.બી. સૈયદ કે જેઓ બહેનના અવસાન થયું હોવા છતા પણ ડ્યૂટી પર તૈનાત રહ્યા છે.

જામનગરના કોરોના વોરિયર DYSP સૈયદ બહેનના અવસાન છતાં ડ્યૂટી પર તૈનાત રહ્યા

author img

By

Published : May 10, 2020, 8:37 PM IST

જામનગર: હાલ દેશભરમાં કોરોના મહામારીના પગલે લોકડાઉનનું એલાન આપવામાં આવ્યુ છે. જેમાં લોકો લોકડાઉનમાં બહાર ન નીકળે અને સરકારની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસકર્મીઓ જીવના જોખમે ડ્યૂટી નિભાવી રહ્યા છે. પરિવારના સુખ દુઃખના પ્રસંગમાં પણ તેઓ હાજરી આપી શકતા નથી.

જામનગરના કોરોના વોરિયર DYSP સૈયદ બહેનના અવસાન છતાં ડ્યૂટી પર તૈનાત રહ્યા
જામનગરમાં DYSP તરીકે ફરજ બજાવતા એ.બી. સૈયદ સાહેબના મોટા બહેન મહેરૂસાનું અવસાન ગત 2જી તારીખે થયું હતું. પરંતુ ડ્યૂટીને પગલે તેઓ તેમની અંતિમવિધિમાં હાજરી આપી શક્યા નહી અને વીડિયો કોલથી અંતિમવિધિમાં જોડાયા હતા. આમ, વતનપરસ્તીની ભાવના સાથે દેશસેવા કરતા DYSP એ.બી. સૈયદ સાહેબને સો સલામ છે.

આ ઉપરાંત તેઓ હાલ અમદાવાદ શાહ આલમ દરગાહના બુખારી તેમજ ટ્રસ્ટી પદે પણ બિરાજમાન છે. તેમજ જરૂરતમંદ લોકો માટે કીટનું પણ વિતરણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.