ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના અછતગ્રસ્ત વિસ્તારની કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા કરી મુલાકાત - arjun modhvadiya

જામનગરઃ 1 ડિસેમ્બર 2018થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ જાહેરાત બાદ આ વિસ્તારના લોકોની સ્થિતી સુધારવાનો કોઈ પણ જાતનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. જેથી આજની તારીખે પણ આ વિસ્તારના લોકો પાણી, ઘાસચારો, રોજગારી સહિતની અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ લોકોની મુલાકાત કરી સમસ્યા અંગે ચર્ચા-વિચારણા કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા કોંગ્રેસના આગેવાનો
author img

By

Published : May 21, 2019, 12:21 PM IST

અછતગ્રસ્ત જાહેર થયેલા કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના લોકોની સમસ્યાનું નિવારણ લાવવાના બદલે તેમની સમસ્યા વધી રહી છે. અછત દુર કરવાના બધા જ નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે. કારણ કે,અધિકારીઓ અને પદાધિકારીઓની સાંઠગાંઠથી માત્ર કૌભાંડ આચરવામાં આવ્યુ છે. છેલ્લા થોડા વર્ષોમાં જમીન માપણી કૌભાંડ, પાકવીમા કૌભાંડ, મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ, નકલી બિયારણ કૌભાંડ, ઘાસચારા અને પાણીનું કૌભાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા કોંગ્રેસના આગેવાનો

આ તમામ સમસ્યાઓ અંગે સોમવારે કોંગ્રેસના આગેવાનો અર્જુનભાઈ મોઢવાડિયા, મુલુભાઈ કંડોરિયા, પાલભાઈ આંબલીયા, મેરામણભાઈ ગોરીયા, યાસીનભાઈ ગજણ, મેરગભાઈ ચાવડા,ગિરુભા જાડેજા, દેવુભાઈ ગઢવી, દિલુભા જાડેજા વગેરેએ લોકોની મુલાકાત કરી ચર્ચા કરી હતી. ત્યારબાદ આ આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી અને સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી.

GJ_JMR_05_20MAY_CONG_PC_7202728

દેવભૂમિ દ્વારકા જિલ્લાની અછતગ્રસ્તનું રિયાલિટી ચેક કરતા કોંગ્રેસના આગેવાનો

Feed ftp

જામનગરમાં આજ રોજ ત્રણ વાગ્યે પત્રકાર પરિષદ કૉંગ્રેસ દ્વારા યોજવામાં આવી હતી...1 ડિસેમ્બર 2018 થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલ છે તેમ છતા 6 મહિનાના વાણા વીતી જવા છતાં અછતગ્રસ્ત નો અસરકારક અમલ ક્યાંય જોવા મળ્યો નહિ અછતગ્રસ્ત ના બધા જ નીયમો માત્ર કાગળપર અમલ થતો હોય તેવું સામે આવ્યું છે જમીન માપણી કૌભાંડ, પાકવીમા કૌભાંડ, મગફળી કૌભાંડ, બરદાન કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ, નકલી બિયારણ કૌભાંડ, બાદ અછતગ્રસ્ત સમયે ઘાસચારા અને પાણીનું કૌભાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે

પાણી:

ખરેખર જરૂરિયાત 60 એમએલડી પાણીની જરૂરિયાત છે તેની સામે અત્યારે કાગળ પર 45 એમએલડી પાણી આપવાની વાત છે પણ એમાંથી 12 થી 15 એમએલડી પાણી એસ્સાર કંપનીને આપી દેવામાં આવે છે

ઘાસચારા વિતરણ કેન્દ્રો

અછતગ્રસ્ત ના મેન્યુઅલ મુજબ 5 કિલોમીટરની ત્રીજયામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવા જરૂરી છે તેની સામે દ્વારકામાં 1 અને કલ્યાણપુર માં 1 ઘાસચારા વિતરણ કેન્દ્ર જ ખોલવામાં આવેલ છે

પશુદીઠ રોજની આર્થિક સહાય

જે રજીસ્ટર ગૌશાળાઓ છે તેમાં રોજના એક પશુદીઠ અછતગ્રસ્તના મેન્યુઅલ મુજબ 25 રૂપિયા અને મુખ્યમંત્રીશ્રીની જાહેરાત મુજબ 10 રૂપિયા વધારીને 35 રૂપિયા રોજના દરેક પશુદીઠ આપવાના હોય છે જે 15 ફેબ્રુઆરી થી ચૂકવવાના બાકી છે

રોજગારી

અછતગ્રસ્તના મેન્યુઅલ મુજબ ખેડૂત અને ખેત મજૂરોને અછતગ્રસ્ત ના સમયમાં રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના મુજબ રોજગારી પુરી પાડવા રાહતકામો ચાલુ કરવા જોઈએ પરંતુ આવા રાહતકામો હજુ સુધી ચાલુ કરવામાં આવ્યા નથી

કેટલા કેમ્પ પાંજરાપોળ ખોલવા

રખડતા ભટકતા ઢોર માટે કેટલકેમ્પ ઢોરવાળા ચાલુ કરવાના હોય છે બન્ને તાલુકામાંથી એકપણ કેટલકેમ્પ કે ઢોરવાળાઓ ચાલુ કરવામાં આવ્યા નથી, ઘાસચારા પણ પૂરો પાળવમાં આવતો નથી રોજગાર પણ આપવામાં આવતો નથી ગઢકા ગામમાં 1,50,000 લીટર પાણી કાગળ પર મળે છે વાસ્તવિકતામાં 50,000 લીટર જ પાણી આપવામાં આવે છે એવી જ રિતે સિદસરા ગામમા રોજ 40,000 લીટર પાણી આપવાની જોગવાઇ છે તેની સામે રોજ 10,000 લીટર જ પાણી આપવામાં આવે છે આ બે ગામમાંથી જ 1,30,000 લીટર પાણી ચોરાઈ જાય છે તો આખા ગુજરાતમાં કેટલું પાણી ચોરાઈ જતું હશે કે કાગળ પર તેના બિલ મજૂર થતા હશે પણ લોકો સુધી એ પાણી પહોચાડવામાં આવતું નહી હોય એ મોટો પ્રશ્ન છે.
ઉપસ્થિત આગેવાનો અર્જુનભાઈ મોઢવાડીયા, મુલુભાઈ કંડોરિયા, પાલભાઈ આંબલિયા, મેરામણભાઈ ગોરીયા, યાસીનભાઈ ગજણ, મેરગભાઈ ચાવડા, ગિરુભા જાડેજા, દેવુભાઇ ગઢવી, દિલુભા જાડેજા, રાજાભાઈ પોસ્તરીયા રાકેશ નકુમ, અરજણભાઈ કણઝરીયા, વિજુભા જાડેજા,
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.