જામનગર 77 પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઘોર નિંદ્રામાં હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. એક તરફ રાજ્યભરમાં ‘કોંગ્રેસ આવે છે’, ‘કોંગ્રેસ આવે છે’ એવા નારા લાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ જામનગરમાંથી કોંગ્રેસ નાબૂદ થઈ શકે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
જામનગર પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ ખૂબ જ લાંબા વિલંબ બાદ જામનગર કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરાયા હતા અને હાલ જ કોંગ્રેસમાંથી ભાજપમાં એક ધારાસભ્યએ કેસરીયો ધારણ કર્યો હતો. જામનગર કોંગ્રેસમાં ચૂંટણી લડી શકે તેમજ સામા પક્ષને મજબૂતીથી લડત આપી શકે તેવા નહિવત નેતાઓ બચ્યા છે. એવામાં કોંગ્રેસની આ ઢીલી નીતિનું કારણ શું હોઈ શકે? શું તેઓએ પહેલાથી જ હાર સ્વીકારી લીધી છે? કે પછી તેઓ શું વધુ આત્મવિશ્વાસી બન્યા છે? આવા અનેક પ્રશ્નોનેથી જામનગરની જનતા તથા રાજકારણીઓ ગુંચવાયા છે.
આ સાથે લોકમુખે ઉઠતી ચર્ચાઓ મુજબ કોંગ્રેસ પક્ષની અંદર ચૂંટણીલક્ષી કાર્યો કરી શકે તેવા કાર્યકર્તાઓ જ નથી. માત્ર નેતાઓ જ છે જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ધારાસભાની ટિકિટ માટે 35 લોકોએ કરેલી દાવેદારી છે.