જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં લોકોને રૂબરૂ મળી કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી લોકોને આપવામાં આવી રહી છે.
જામનગર કોંગ્રેસ શહેર પ્રમુખ ગિરીશભાઈ અમેઠીયા સહિતના આગેવાનો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિચારઘારાની લડાઈ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ લોકોને ખોટા વાયદાઓ નહીં કરે પણ કામ કરી દેખાડશે તેવા વચ્ચેનો પણ આપી રહી છે.