- જામનગર જિલ્લા જેલમાં CID ક્રાઈમનું સરપ્રાઈઝ ચેકિંગ
- અગાઉ જિલ્લા જેલમાંથી મળી આવ્યા હતા મોબાઈલ
- જિલ્લા જેલની તમામ બેરેકમાં ઝડતી લેવાઈ
જામનગરઃ જિલ્લા જેલમાં જામનગર CID ક્રાઈમ દ્વારા ઝડતીની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ જામનગર જિલ્લા જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ તેમ જ પાન, મસાલા, ગુટકા પણ મળી આવ્યા હતા. સીઆઈડી ક્રાઇમના પીઆઈ વી. એન. ગઢવીની આગેવાનીમાં જિલ્લા જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સીઆઇડી ક્રાઈમના મેહુલ ભરવાડ અને પંકજ ઠાકર પણ જોડાયા હતા. આમ દર વખતે જિલ્લા જેલમાં ઝડતી વખતે કેદીઓ પાસેથી કોઈક ને કોઈ વસ્તુ મળી આવતી હોય છે. જોકે આ વખતે જિલ્લા જેલમાં કડક શિસ્ત હોવાના કારણે કોઈ પણ કેદી પાસેથી એક પણ વસ્તુ મળી આવી નથી....
સીઆઈડી ક્રાઈમે તમામ બેરેકમાં તપાસ કરી
થોડા સમય પહેલાં રાજકોટની ટીમ દ્વારા પણ જિલ્લા જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જામનગર જિલ્લા જેલમાં 500થી વધુ કેદીઓ રહેલા છે. આ કેદીઓને જેલમાં પાન, મસાલા તેમજ ગુટકા અને મોબાઈલ જેવી વસ્તુઓ હોય તો તેને ઝડપીને કાયદેસરની કાર્યાવહી કરવામાં આવતી હોય છે. જામનગર જિલ્લા જેલમાં સીઆઇડી ક્રાઈમ દ્વારા તમામ બેરેકમાં તપાસ કરવામાં આવી હતી.. જોકે એક પણ વસ્તુ વાંધાજનક જેલમાંથી મળી આવી નથી.