- મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાના ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 41 શિક્ષકોને નિમણુંક પત્રો અપાયા
- શિક્ષણના માધ્યમથી દેશને વિશ્વગુરુ બનાવવા શિક્ષકોને આહવાન કરતા જિલ્લા કલેક્ટર રવિશંકર
- સરકારે આટલી તટસ્થ અને ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અમને રોજગારી આપી એનો વિશેષ આનંદ છે - નિમણુંક પામેલ ઉમેદવાર
જામનગર : જિલ્લા કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લાની બિનસરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 41 શિક્ષણ સહાયકોને મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર, જામનગર મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
41 શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાયા
આ પ્રસંગે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે નિમણૂક પામેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે. કર્તવ્યનિષ્ઠાના આ શ્રેષ્ઠ વારસાને આગામી સમયમાં પણ આપ સૌ જાળવી રાખશો, તેવી સૌને આશા છે. શિક્ષણ થકી આપ સૌ ભારતને વિશ્વ ગુરુ સુધી પહોંચાડશો અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહે તેવી જિલ્લા કલેક્ટરે આ તકે અભ્યર્થના વ્યક્ત કરી હતી.

સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની
આ પ્રસંગે શિક્ષક સહાયક તરીકે લાલપુરની એલ. એલ. મહેતા કન્યાશાળા ખાતે નિમણૂક પામેલા ઉમેદવાર વઘાસીયા ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શી અને ન્યાયપૂર્ણ રીતે ભરતી પ્રક્રિયા આગળ ધપાવી અમને રોજગારી પૂરી પાડી છે, એ બદલ મુખ્યપ્રધાન તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. તેમજ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરી ઝડપથી સૌને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કરવામાં આવેલા ત્વરિત કાર્યવાહી માટે ભરતી પ્રક્રિયામાં જોડાયેલા દરેકને તમામ ઉમેદવાર વતી અભિનંદન પાઠવું છું. સમગ્ર કાર્યકમનું સંચાલન ડૉ. બી. એન. દવે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તથા આભાર વિધિ આચાર્ય મધુ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. ડોડીયા, DEO કચેરી જામનગર ખાતે જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ પ્રમુખઓ, મંત્રીઓ, હોદ્દેદારો તથા શાળાઓના ટ્રસ્ટીઓ તથા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો -
- અરવલ્લીમાં શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
- રાણાવાવ પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષિકાને જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરાયો
- સુપ્રીમ કોર્ટે યુપી સરકારના શિક્ષક ભરતીમાં કટ ઓફના નિર્ણયને યોગ્ય ઠેરવતો ચૂકાદો આપ્યો
- વિશ્વના 10 સારા શિક્ષકોમાં મહેસાણા મહાદેવપુરા(ડા) પ્રાથમિક શાળાના શિક્ષકનો સમાવેશ
- શિક્ષકોએ કોરોનામા ડ્યુટી કરવા બદલ માનદ વેતન અને વળતર રજાની કરી માંગણી
- ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન સંકલન બેઠક યોજાઈ
- ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ અપાશે : શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા