ETV Bharat / state

જામનગરમાં "યોગા ફોર હાર્ટ કેર" થીમ યોગ દિવસની કરાઈ ઉજવણી - JMR

જામનગરઃ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પધ્ધતિનો પાયારૂપ સિધ્ધાંત માનવામાં આવ્યો છે. યુનોસ્કો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્વ આપવાના ઉદ્દેશ સાથે 21 જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોંચાડવાના પ્રયાસ થઇ રહ્યા છે.

જામનગર
author img

By

Published : Jun 22, 2019, 4:13 AM IST

આ વર્ષે ‘યોગા ફોર હાર્ટ કેર’ ની થીમ સાથે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે “વિશ્વ યોગ દિવસ” નિમિત્તે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને આમંત્રિત મહેમાનોના હસ્તે જામનગરના લાખોટા તળાવ ખાતે દિપ પ્રાગટ્ય કરી શંખનાદના ધ્વની સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો.

આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગના લાભાલાભ જણવ્યા હતા તેનિં જીવંત પ્રસારણ કરાયું હતું. સહભાગીઓ સરળતા અને સહજતાથી યોગ કરી શકે તે માટે વહિવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પતંજલી યોગ કેન્દ્ર તથા આર્ટ ઓફ લીવીંગના સહયોગથી તાડાસન, વૃક્ષાસન,અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધઉષ્ટ્રાસન, શલભાસન, મકરાસન, વજ્રાસન વગેરે જેવા સરળ અને ઉપયોગી આસનો કરવામાં આવ્યા હતા.

Jamanagar
જામનગરમાં "યોગા ફોર હાર્ટ કેર" થીમ યોગ દિવસની કરાઈ ઉજવણી

સામુહિક યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન ક્રિયાઓને કારણે વહેલી સવારે સુંદર વાતાવરણ ઉભું થયું હતુ. આ કાર્યક્રમમાં અગ્રણીઓ અને અંદાજે 150 જેટલા દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જામનગર જિલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત અંદાજે કુલ 1009 કેન્દ્રો ખાતે 1084 યોગ ટ્રેનરો દ્વારા અંદાજીત 3,85,890 લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જામનગર ખાતે

"યોગા ફોર હાર્ટ કેર" થીમ સાથે ઉજવણી

૦૦૦૦૦૦૦

વિશ્વ યોગ દિન નિમિત્તે જામનગર ખાતે પદાધિકારી - અધિકારીઓ તથા નાગરીકો સાથે સામુહિક યોગમાં જોડાતા કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુ

૦૦૦૦૦૦૦

યોગએ જીવન પધ્ધતિ છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના સાથે વિશ્વ માટે સ્વસ્થ જીવનની કામના કરતો દિવસ એટલે ‘વિશ્વ યોગ દિન’

- આર.સી.ફળદુ

જામનગર: યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પધ્ધતિનો પાયારૂપ સિધ્ધાંત માનવામાં આવ્યું છે. યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્વ આપવાના ઉદ્દેશ સાથે ૨૧મી જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોચાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ વર્ષે ‘યોગા ફોર હાર્ટ કેર’ ની થીમ સાથે સમગ્ર વિશ્વ આ યોગ દિનની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે “વિશ્વ યોગ દિન” નિમિત્તે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને આમંત્રીતોના હસ્તે જામનગરના હાર્દ સમા રણમલ (લાખોટા) તળાવ ખાતે દિપ પ્રાગટ્ય કરી શંખનાદના ધ્વની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અપાયેલ સંદેશાનું તેમજ યોગથી થતા લાભાલાભની વિસ્તૃત સમજણનું જીવંત પ્રસારણ કરાયું હતું. સહભાગીઓ સરળતા અને સહજતાથી યોગ કરી શકે એ માટે વહિવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પતંજલી યોગ કેન્દ્ર તથા આર્ટ ઓફ લીવીંગના સહયોગથી તાડાસન, વૃક્ષાસન,અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધઉષ્ટ્રાસન, શલભાસન, મકરાસન, વજ્રાસન વગેરે જેવા સરળ અને ઉપયોગી આસનો કરવામાં આવ્યા હતા. સામુહિક યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન ક્રિયાઓને કારણે વહેલી સવારે સુંદર વાતાવરણ ઉભું થયું હતુ. આ કાર્યક્રમમાં અંદાજે ૧૫૦ જેટલા દિવ્યાંગોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

       યોગથી શરીર સાથે આત્માની પણ શુદ્ધિ થાય છે. રોજેરોજ યોગ કરવાથી શરીરની તંદુરસ્તી બરકરાર રહે છે અને વિવિધ પ્રકારના રોગોથી પણ બચી શકાય છે. હવે, યોગને વૈશ્વિક સ્તરે ઓળખ મળી ગઇ છે.                                                                  જામનગર જિલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત અંદાજીત કુલ ૧૦૦૯ કેન્દ્રો ખાતે ૧૦૮૪ યોગ ટ્રેનરો દ્વારા અંદાજીત ૩,૮૫,૮૯૦ લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.                                                                                           આ કાર્યક્રમમાં મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, જિલ્લા કલેકટરશ્રી રવિશંકર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, એસ.પી.શ્રી શરદ સિંઘલ, હોમગાર્ડ કમાંડન્ટશ્રી ભીંડી, મ્યુનિસિપલ કમિશનરશ્રી સતીષ પટેલ, ડેપ્યુટી કમિશનરશ્રી કુંભારાણા, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયા, પ્રાંત અધિકારીશ્રી યોગેશ ચૌધરી અને સોલંકી, ડીવાયએસપીશ્રી સૈયદ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી નીતાબેન વાળા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કણસાગરા, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પટેલ તેમજ વિશાળ સંખ્યામાં શહેરીજનો તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ સામુહિક યોગ કરી “વિશ્વ યોગ દિન”ની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ તકે પતંજલી યોગ કેન્દ્ર, આર્ટ ઓફ લીવીંગના ટ્રેનર શ્રીમતી પ્રીતીબેન શુક્લ, સુરભી શુક્લ, મહેશભાઇ ગોંડલીયા, ચંદ્રદીપ ચૌધરીને મંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.