જામનગર : જિલ્લાના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બાલા હનુમાન મંદિરનું સ્થાન છે અહીં છેલ્લા ૫૬ વર્ષથી અખંડ રામધૂન ચલાવવામાં આવી રહી છે. જોકે જ્યારે દેશ પર વિપરીત પરિસ્થિતિ આવી છે ત્યારે પણ અહીં અખંડ રામધૂન ચલાવવામાં આવી રહી છે. અગાઉ ભૂકંપ વખતે પણ બાલા હનુમાન મંદિરમાં રામધૂન ચાલુ રાખવામાં આવી હતી.
હનુમાન જયંતિ નિમિત્તે બાલા હનુમાન મંદિરમાં લોકડાઉન બાદ પાંચ વ્યક્તિઓએ સતત અખંડ રામધૂન ચાલુ રાખી છે. ભક્તોને દર્શનાથે આવવાની મનાઇ કરવામાં આવી છે તેમજ મંદિરના તમામ ગેટ બંધ રાખવામાં આવ્યા છે.