શહેરના સમર્પણ હોસ્પિટલ ગુલાબનગર અને હટકે સોસાયટીમાં ત્રણ વૃદ્ધાને નિશાન બનાવીને સોનાના ચેનની ચીલઝડપ કરનારા બાઈક સવારને પોલીસે દબોચી લીધા છે. થોડા દિવસો પહેલા સમર્પણ હોસ્પિટલ પાસેથી એક મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરી આ ટોળકીના નાસી ગઈ હતી.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ ત્રિપુટી પોતાના વતન તરફ ભાગી જવાની તૈયારી કરી રહી છે અને હાલ રેલવે સ્ટેશન પર છે, ત્યારે પોલીસે રામ સેવક જતીરામ, મોહન શ્રીરામ, અને ધર્મસિંહ ડાભીને ત્રિપુટીને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી હતી. આ ટોળકી પાસેથી રૂપિયા 1.19 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.