જામનગર બહેન અને ભાઈનો સંબંધ ખૂબ જ અણમોલ હોય છે. બંને જણા એકબીજાની રક્ષા કરવા માટે હંમેશા તત્પર હોય છે. ભાઈ બહેનનો જીવ બચાવવા માટે જીવ પણ આપી દેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જામનગરના લાલપુર તાલુકાનો.
આ પણ વાંચો Lover couple suicide પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી તો પરિવારે તેમના પૂતળાના કરાવ્યાં અનોખા લગ્ન
પિતરાઈ ભાઈ બહેનને બચાવવા પડ્યો કૂવામાં લાલપુર તાલુકાના મોડપર ગામમાં આહીર પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઈ હતી. બહેન કૂવામાં પાણી ભરવા જતી વખતે અકસ્માતે પટકાઈ ગઈ હતી. તેને બચાવવા માટે 17 વર્ષીય પિતરાઈભાઈ પણ કુવામાં કૂદી પડ્યો હતો અને બંનેના ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા.
આ પણ વાંચો Death by Suicide : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ
કેવી રીતે ભાઈ બહેને જીવ ખોયા? મોડપર ગામમાં રહેતા જીવા કરમુરની 25 વર્ષીય પૂત્રી ભારતીબેન કે, જે ગઈકાલે સવારે પોતાની વાડીના કૂવામાંથી પાણી સિંચવા જઈ રહી હતી. જે દરમિયાન અકસ્માતે તેણીનો પગ લપસી જતાં કૂવામાં પડી ગઈ હતી.આ કૂવો 100 ફૂડ ઊંડો છે અને તેમાં 30 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. જ્યારે બાકીનો 70 ફૂટ કૂવો ખાલી હતો. એટલે નીચે પટકાતી વખતે ભરતીબેનને ઈજાઓ થઈ હોવાથી મૃત્યુ થયાનું અનુમાન છે. તેણીના ભાઈએ 70 ફૂટ લંબાઈનું દોરડું પણ નાખ્યું હતું, પરંતુ બહેનને બચાવી શક્યો ન હતો, અને પોતે પણ જીવ ગુમાવ્યો છે.
અન્ય બહેનો કૂવાના કાંઠે હતી આ બનાવ સમયે તેની અન્ય બહેનો કુવાના કાંઠે હાજર હતી, અને તેમણે બૂમાબૂમ કરી મૂકતા વાડીમાં જ હાજર રહેલો 25 વર્ષીય ભારતી જીવાભાઈ કરમુરનો પિતરાઈભાઈ 17 વર્ષીય નકુલ નથુભાઈ કરમુર કે, જે તરત જ પોતાની બહેનને બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યો હતો, પરંતુ પોતાની બહેનને બચાવી શક્યો નહતો. બહેનને બચાવવાને બચાવવામાં તે પોતે પણ પાણીમાં ડૂબી ગયો હતો.
ભાઈએ બહેનને બચાવવાના તમામ પ્રયાસ કર્યા
પોલીસ પહોંચી ઘટનાસ્થળે આ બનાવ અંગેની પોલીસને જાણ કરાતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખનસિંહ જાડેજાને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમ જ બંને મૃતદેહોને પાણીમાંથી બહાર કઢાવ્યા પછી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. બન્ને મૃતદેહોનો કબજો તેમના પરિવારજનોને સોંપી દીધો હતો.