જી.જી હોસ્પિટલમાંથી સિક્યુરિટી ગાર્ડની મદદથીં બોગસ ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. રાત્રી દરમિયાન તે અલગ અલગ વોર્ડમાં ફરીને દર્દીઓ પાસે જઈ ડૉક્ટર તરીકે ઓળખ આપતો હતો.
બોગસ ડૉક્ટર ઇન્દ્રજીતસિંહ છેલ્લા ચાર દિવસથી રાત્રી દરમિયાન હોસ્પિટલમાં ડૉક્ટરના યુનિફોર્મમાં આંટાફેરા મારતો હતો . જો કે, હોસ્પિટલના કર્મચારીઓની નજરે ચઢતા તેને ઝડપી પડાયો હતો.
સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવી પૂછપરછ કરતાં તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. પોતે 10 ધોરણ ભણેલો છે, પરંતુ ડૉક્ટર બનવા માંગતો હતો. વધું શિક્ષણ ન મળતા ઇન્દ્રજીતસિંહે ડીગ્રી વગર જ ડૉક્ટરી શરૂ કરી દીધી હતી. હોસ્પિટલના સત્તાધીશોએ તેનું માફીનામુ લેખિતમાં લઈ ફરી હોસ્પિટલમાં નહીં આવે તેવી બાંહેધરી લીધી હતી.