જામનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) અનુસંધાને આદર્શ આચારસંહિતાની કડક અમલવારી શરૂ છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા રાજકીય પક્ષોના હોર્ડિંગ અને બેનર દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે એસ્ટેટ શાખાના અધિકારીઓએ (Officers of Jamnagar Estate Branch) સરના લાલ બંગલા સર્કલ, સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં બેનરો દૂર (Estate Department Removing Banners and Hoardings) કરાયા છે.
હોર્ડિંગ દૂર કરવાની કામગીરી પણ પૂરજોશમાં જિલ્લા કલેકટરની સૂચના (Notification of Jamnagar District Collector) મુજબ આદર્શ આચાર સંહિતાની કડક અમલવારી શરૂ છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા (Jamnagar Municipal Corporation Estate Branch) દ્વારા શહેરના સાત રસ્તાથી દિગ્જામ સર્કલ સુધીમાં 50થી હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. જો કે શહેરમાં અન્ય જગ્યાએ લાગેલા હોર્ડિંગ દૂર કરવાની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. એસ્ટેટ શાખાના રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર શહેરમાં જુદી જુદી ટીમો બનાવી હોર્ડિંગ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કમિશનરની સૂચના અનુસાર આચારસંહિતાના અમલીકરણની કામગીરી શરૂ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આચારસંહિતાના અમલીકરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બપોરે આચારસંહિતા લાગતા જ કમિશનરની સૂચના અનુસાર અમે વિસ્તારમાં જ્યા જ્યાં રાજકીય બોર્ડ લાગેલા હતા તે ઉતારી લેવામાં આવેલા છે. હાલ સુધી અમે 35 બોર્ડ ઉતારેલા છે. આમ અમે આજ સાંજ સુધીમાં તમામ બોર્ડ ઉતારી લઈએ એવી અમને આશા છે.