જુની અદાવતને લઇને કેટલાક શખ્સોએ તોડફોડ કરી હતી. જેમાં ઇજાગ્રસ્તોના ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો .પરિવારના ત્રણ સદસ્યોને ઇજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર 25 લોકોના ટોળાએ એક જ પરિવાર પર ઘાતક હથિયાર વડે હુમલો કરી મારપીટ કરી હતી અને બાદમાં ઘરની બહાર રહેલા રીક્ષા તેમજ અન્ય સાધનોને પણ નિશાન બનાવ્યા હતા. અને તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.