- જામનગરની સજુબા સ્કૂલમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે સ્ટુડન્ટને આવકાર્યા
- સજુબા સ્કૂલમાં આજથી ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું
- સજુબા સ્કૂલમાં કોવિડની ગાઇડલાઇન પ્રમાણે શૈક્ષણિક કાર્ય શરૂ
જામનગર : શહેરમાં આવેલી સજુબા સ્કૂલ રાજાશાહી વખતે દીકરીઓને અભ્યાસ કરાવતી સ્કૂલ છે. આ કન્યા શાળામાં અત્યાર સુધીમાં દસ હજાર જેટલી દીકરીઓ પાસ આઉટ થઇ ચૂકી છે. સજુબા સ્કૂલના આચાર્ય મધુબહેન ભટ્ટે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તમામ દીકરીઓ માસ્ક પહેરીને શાળાએ આવી રહી છે. શાળામાં આવતા સમયે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
વર્ગખંડમાં બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન
અભ્યાસ કરતા સમયે વિદ્યાર્થીઓની વચ્ચે ડિસ્ટન્સ રહે તે માટે બેઠક વ્યવસ્થામાં પણ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે. સજુબા સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સજુબા સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓ બહારગામથી અપડાઉન કરી રહી છે. ત્યારે આ દીકરીઓને કોઈ તકલીફ ન પડે તેમ જ જમવાની વ્યવસ્થા અને સમયસર પછી ઘરે પહોંચે તે જરૂરી છે.