ETV Bharat / state

જામનગરમાં NSUIએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ RTE પ્રવેશ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું - latest news in Jamnagar

જામનગરમાં NSUI દ્રારા આર.ટી.ઇ. પ્રવેશમાં નોટોરાઇઝડ ભાડા કરાર માન્ય રાખવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયાની સમય મર્યાદા વધારવા બાબતે આવેદન આપી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજુઆત કરવામાં આવી હતી.

jamnagar
જામનગરમાં NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ RTE પ્રવેશ મુદ્દે આવેદન
author img

By

Published : Aug 22, 2020, 10:29 AM IST

જામનગર: શહેરમાં NSUI દ્રારા આર.ટી.ઇ. પ્રવેશમાં નોટોરાઇઝડ ભાડા કરાર માન્ય રાખવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયાની સમય મર્યાદા વધારવા બાબતે આવેદન આપી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.

આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, હાલ આર.ટી.ઇ. અંતગર્ત પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટર્ડ ભાડા કરાર માટે ફરજીયાત પાલન કરવાના નિયમો ખૂબ જ કઠોર રાખવામાં આવ્યા છે. જ્યારે હાલની કોરોનાની પરિસ્થિતિ જોતા આઘાર કેન્દ્રો, સરકારી કચેરીઓ જયાં રાશનકાર્ડ ચૂંટણી કાર્ડમાં સુધારા કરવા માટે પૂરતા પ્રમાણમાં ઓફિસ સ્ટાફ રાખવામાં આવતો ન હોવાથી તેમજ ઘણા શહેરોમાં આઘાર કેન્દ્રો સંપૂર્ણપણે ચાલુ ના હોવાથી રજીસ્ટર્ડ ભાડા કરારના આવા કપરા નિયમો દૂર કરી ગરીબ બાળકોને પ્રવેશ પ્રક્રિયામાં સરળતા રહે તે માટે આ નિયમોમાં ફેરફાર કરી આર.ટી.ઇ. પ્રવેશમાં નોટોરાઇઝડ ભાડા કરારા માન્ય રાખવામાં આવે. તેમજ વેબસાઇટ પરના આ નિયમો (ગુજરાત સ્ટેમ્પ એકટ, ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાનું આધાર સાથેનો હોવો જોઇશે.)

જામનગરમાં NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ RTE પ્રવેશ મુદ્દે આવેદન

આ રજીસ્ટર્ડ ભાડા કરાર થયા બાદ રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ વગેરે પુરાવમાં ભાડા કરારમાં દર્શાવેલ સરનામાનો સુધારો કરાવી લેવાનું રહેશે અને આ ભાડા કરાર, લાઇટબીલ અને અન્ય ખર્ચ આવકને ધ્યાનમાં લઇ આવકનું અદ્યતન પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તેમજ પ્રવેશ સમયે કરેલ આ રજીસ્ટર્ડ ભાડા કરારની મુદત પૂર્ણ થયેથી નવી રજીસ્ટર્ડ ભાડા કરાર થયેથી સંબંધિત તે અંગે શાળા મારફત, સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કક્ષાએ જાણ કરવાની રહેશે.

આવા કઠોર નિયમોમાં ફેરફાર કરી નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય રાખવામાં આવે. આ ફેરફારો તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની સમય મર્યાદા વધારવામાં આવે. જેથી કોઈપણ બાળકના ડોકયુમેન્ટ પૂરા ના હોય તો તેમને તે ડોકયુમેન્ટ રજૂ કરી ફોર્મ ભરવા માટેનો પૂરતો સમય મળી રહે. તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.