ETV Bharat / state

જિલ્લાવાસીઓને કોરોના વાઈરસ સામે લડવા કલેક્ટરે કરી અપીલ - કોરોના વાઈરસટ

જામનગર જિલ્લામાં સમાહર્તા રવિશંકરે જામનગરવાસીઓને કોરોના વાઈરસની મહામારી સામે લડવા તંત્રનો સહકાર આપવા અપીલ કરી હતી. જેમાં તેઓએ સૌને જાહેરમાં ન થૂંકવા અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું.

jamnagr
jamnagr
author img

By

Published : Mar 22, 2020, 9:41 AM IST

જામનગર : 21 માર્ચે જિલ્લા સમાહર્તા રવિશંકરે જામનગરવાસીઓને કોરોના વાઈરસની મહામારી સામે લડવા તંત્રનો સહકાર આપવા અપીલ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભીડવાળા સ્થળો પર જવાનું ટાળો, એકબીજા સાથે સલામત અંતર બનાવો, નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો, વારંવાર પાણી અને સાબુથી આપણે હાથ હોવા જોઇએ અને જો આલ્કોહોલબેઝ સેનીટાઇઝર આપની પાસે ઉપલબ્ધ હોય તો તેનો પણ ઉપયોગ કરો. કોઈ પણ જગ્યા પર અફવાથી આપ ભરમાશો નહી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગમે તે જગ્યા ઉપર જે લોકો થૂંકે છે તેને આપ રોકો અને અટકાવો તેમજ સમજાવવાના પ્રયાસ કરો. આપની આજુબાજુ કોઈ પણ જગ્યા ઉપર પાન ખાઈને લોકો થૂંકતા હોય તો તેને અટકાવવાનો પ્રયાસ કરો.

જિલ્લાવાસીઓને કોરોના વાઈરસ અંગે જાગ્રત રહેલા કલેક્ટરે કરી અપીલ
આ સાથે કલેકટરે ઉમેર્યુ હતું કે, વડાપ્રધાને 22 માર્ચ એટલે કે, રવિવારના દિવસે જનતા કર્ફ્યુની અપીલ કરી છે. જે સવારે 7:00થી રાત્રે 9:00 સુધી રહેશે. તેમાં સ્વેચ્છાએ સહકાર આપો. આપણે જામનગરને મહામારીથી બચાવવા માટે જે કંઈ પ્રયાસ કરી રહ્યા છે. તેમાં જામનગરની જનતા સહભાગી થાય તેવી વિનંતી કરું છું.વધુ માહિતી આપતા સમાહર્તાએ અનુરોધ કર્યો હતો કે, વિદેશથી તારીખ ૫થી ૧૮ માર્ચ વચ્ચે જામનગર આવેલા ૯૦૫ લોકોની યાદી તંત્રને મળી છે, જે લોકોનો સંપર્ક કરવાનો તંત્ર દ્વારા પ્રયાસ ચાલુ છે પણ તેમાં સમય વ્યતીત થાય છે તેમ ગંભીરતા વધતી જાય છે. તેથી જે આપણી આજુબાજુના પાડોશી, કુટુંબીજનો કે કોઈપણ જેને આપ ઓળખતા હશો કે જેઓ ૫થી ૧૮ માર્ચ વચ્ચે જામનગરમાં વિદેશથી પાછા ફર્યા છે તો એ લોકો સ્વેચ્છાએ નં. ૦૨૮૮-૨૫૫૩૧૫૨, ૦૨૮૮- ૨૫૫૩૧૫૩ અને ૦૨૮૮-૨૫૫૩૧૫૭ ઉપર સંપર્ક કરો. આ સમયે જામનગરની જનતાને વિનંતી કરતા કલેકટરે કહ્યું કે, લોકો આ ભગીરથ પ્રયાસમાં સરકારને સહયોગ આપે જેથી આ મહામારીથી બચવા માટે યોગ્ય પગલાં લઈ શકાય. આ સાથે-સાથે તંત્ર દ્વારા જી. જી. કોરોના હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે જે નં. ૬૩૫૨૬૯૧૯૩૧, ૬૩૫૨૬૯૧૯૩૨, ૬૩૫૨૬૯૧૯૩૩, ૬૩૫૨૬૯૧૯૩૪, ૬૩૫૨૬૯૧૯૩૫ પર કાર્યરત છે. તે લગભગ જામનગરમાં વોટસએપના માધ્યમથી લગભગ બધા લોકો સુધી પહોંચી ગઇ છે, પણ જેઓને કદાચ ખ્યાલ ન હોય તો આપ સ્ક્રોલ પર આ નંબરો જોઈ શકો છો.

આ નંબર ઉપર આપ સંપર્ક કરીને કોરોના બાબતે આપને એવું લાગે કે, આપ સ્વયં પીડિત છો કે ઘરમાં કોઇ દર્દી છે, કે કોરોનાના લક્ષણો આપમાં જણાઇ છે. તો, આ નંબર પર સંપર્ક કરીને અને હોસ્પિટલમાં આવ્યા વગર સીધા જ ડોકટર સાથે વાત કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો. આ સાથે જ મારી છેલ્લા બે-ત્રણ દિવસથી તંત્રના ધ્યાને આવ્યું છે કે, લોકો બિનજરૂરી આ કોરોના હેલ્પલાઇન ઉપર વાત કરે છે, વિનમ્રતા વગર તેમજ અપમાનજનક ભાષામાં વાત કરે છે, ત્યારે સૌને વિનંતી કે અહીં માર્ગદર્શન આપતા નિષ્ણાંત ડોક્ટરો છે. તેમની સાથે આ રીતે વાત કરશો નહીં. સાથે સાથે જે કંઈ વાતચીત થાય છે તેમજ નંબર પણ કોલ રેકોર્ડમાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.