- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરુ
- જામનગર કલેકટર દ્વારા ચૂંટણીને લઇને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- જામનગર મનપા સહિત ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજશે
જામનગર: જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી ભરવા કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા ૫ર, જામનગર જિલ્લામાં આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોને પરવાનાવાળા હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા કે સભા-સરઘસમાં સામેલ થવા પ્રતિબંધ, સુરુચી અથવા નિતીનો ભંગ થતો હોય તે રીતે ભાષણ આપવા ૫ર, ચાળા કરવા પર કે ચિત્રો-નિશાનીઓ તૈયાર કરવા, દેખાડવા કે ફેલાવો કરવા ૫ર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિઘ્ઘ કરવામાં આવ્યું છે.
પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું
21 ફેબ્રુઆરીના રોજ જામનગર મહાનગર પાલિકા સહીત 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે. કલેકટર દ્વારા ગુરુવારે ટ્વીટ મારફતે જાણકારી આપવામાં આવી છે કે, 24 જાન્યુઆરી 2021થી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે 5 માર્ચ સુધી વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જેના પર મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહી.
છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીંતપત્રો જે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનના પુરાનામ, સરનામાં, મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે.
નીચેેની બાબતો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચી અથવા નીતિનો ભંગ થતો હોય, જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય તેે રીતે ભાષણ આપવા ૫ર, ચાળા કરવા પર કે ચિત્રો-નિશાનીઓ તૈયાર કરવા, દેખાડવા કે ફેલાવો કરવા ૫ર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કલમ 144 લાગુ રહેશે
રાજયમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુસંધાને કલેકટર દ્વારા જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી ભરવા કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા ૫ર પ્રતિબંધ મુકતુ સી.આર.પી.સી.- ૧૯૭૩ની કલમ 144 હેઠળનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.