ETV Bharat / state

પ્રભારી સચિવ એસ. એમ. પટેલએ જામનગર જિલ્લાની મુલાકાત લીધી - Dhanvantari Rath

જામનગરઃ જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ જામનગરના પ્રભારી સચિવ તથા રાજ્યના મહેસૂલ તપાસણી કમિશનર એસ. એમ. પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.

પ્રભારી સચિવ એસ. એમ. પટેલએ જામનગર જિલ્લાની મુલાકાત લીધી

author img

By

Published : Jul 6, 2020, 8:04 PM IST

જામનગરઃ જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ જામનગરના પ્રભારી સચિવ તથા રાજ્યના મહેસૂલ તપાસણી કમિશનર એસ. એમ. પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે જી.જી.હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, ધન્વંતરી રથની મુલાકાત તેમજ શહેરના વિવિધ કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લઇ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી. આ અંગે આજરોજ પ્રભારી સચિવે પત્રકારો સાથે પરિસંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગરમાં આરોગ્ય વિભાગની કામગીરી ખૂબ સારી રહી છે. સર્વેલન્સ, ચેકઅપ ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે.

પ્રભારી સચિવ એસ. એમ. પટેલએ જામનગર જિલ્લાની મુલાકાત લીધી
પ્રભારી સચિવ એસ. એમ. પટેલએ જામનગર જિલ્લાની મુલાકાત લીધી

આ સમયે કલેકટર રવિશંકરે પણ જામનગરની કોવિડની પરિસ્થિતિ અંગેની વ્યવસ્થાઓ બાબતે ચિતાર આપતા જણાવ્યું હતું કે, જી.જી.હોસ્પિટલમાં 700 પેશન્ટ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ કલેક્ટરએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના પોઝિટિવ આવેલા કેસમાં 13% કેસ 60 વર્ષથી ઉપરના વયજુથના છે. જેમાં એક કેસ 93 વર્ષની ઉમરનો પણ છે. સાથે જ 50 વર્ષથી ઉપરના વયજૂથના 33 % કેસ છે, ત્યા જામનગરમાં હાલ સુધીમાં 14000 જેટલા લોકોને સોશિયલ ડિસ્ટંસ અને માસ્કના પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. જેમાંથી 28 લાખથી વધુનો દંડ તંત્ર પાસે એકત્રિત થયો છે, આમ છતાં લોકો બેદરકારીપૂર્વક વર્તન કરી રહ્યા છે. નાના બાળકોને લઈને કારણ વગર બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આ અંગે એસ.પી. શરદ સિંઘલએ કહ્યું હતું કે, સંક્રમણને રોકવા રોજ 1000થી વધારે માસ્કના કેસ થઈ રહ્યા છે,

આમ છતાં લોકોમાં સમજદારીનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો જાતે જવાબદારી નિભાવી લોકડાઉનમાં જેમ સહકાર આપ્યો હતો. તેમ અનલોકમાં પણ આપે માસ્કની જેમ જ રાત્રિના કર્ફ્યું ઉલ્લંઘનના કેસ પણ રોજના 45 થી 50 જેટલા થાય છે.

જામનગરના કમિશનરે સતીષ પટેલે અનુરોધ કર્યો હતો કે, કોરોનાની મહામારી સાથે હાલમાં લોકો આવી રહેલા વરસાદથી પક્ષી કુંજ, પ્રાણીઓ માટેની કુંડી અને બીજા પાત્રો, ઘરની અગાસીમાં રહેલા ટાયર, અન્ય જૂના વાસણો વગેરેમાં રહેલા પાણીને અઠવાડિયામાં માત્ર 10 મિનિટ કાઢી સાફ કરી ડેંગ્યું, મલેરિયાના મચ્છરો ન ઉત્પન્ન થાય તેનો ખ્યાલ રાખે હવેથી લોકો ધ્યાન ન રાખે તો તેના બાબતે પણ પેનલ્ટી લાગુ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. આ પરિસંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા તથા જામનગરના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સર્વે પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.