- બાવળની ઝાળીમાંથી નવજાત મળી આવી
- બાળકીને ઉગારી લઇ નવ જીવન આપતી 108 ટીમ
- નવજાતને ત્યજી દેવાનો કિસ્સો શાપર ગામથી સામે આવ્યો
- ગ્રામ્ય વિસ્તારમાં અરેરાટી પ્રસરી, લોકેએ વરસાવ્યો ફિટકાર
જામનગરઃ જિલ્લાના શાપર નજીક બાવળની ઝાડીઓમાં રડતી બાળકી માટે જાણે 108ની ટીમ ભગવાન બની આવી હોય તેમ બાળકીને ઉગારી નવ જીવન આપ્યું છે. હાલ આ કુમળી કળી સમી બાળકી જીજી હોસ્પિટલના બેબી વોર્ડમાં રાખવામાં આવી છે.
વર્તમાન સમયમાં નવજાતને ત્યજી દેતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે જામનગર નજીકના સાપર ગામથી સામે આવ્યો છે.
ઓક્સિજન સહિતની સારવાર આપવામાં આવી
108ની ટીમને કોલમાં કેહવામા આવે છે કે સાહેબ અહી ઝાળીઓ પાસે નવજાત બાળકને કોઈ છોડી ગયું છે અને નવજાત બાળક રડી રહ્યું છે. જે કોલ અંતર્ગત 108ની ટીમના સ્થળ પર પહોચી હતી અને 108ના ઇએમટી રસીલાબા અને પાયલોટ મેહુલભાઈ તાત્કાલિક સાપર ગામે પહોંચી જે લોકેશન આપવામાં આવ્યું હતું. ત્યા રડતી બાળકીનો કબજો સંભાળી તુરંત પ્રાથમિક સારવાર માટે ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
108ની ટીમની કામગીરીને બિરદાવતા લોકો
નવજાત બાળકીને હોસ્પિટલ ખસેડી સારવાર આપી નવ જીવન આપવામાં આવે છે. અત્યંત તંદુરસ્ત અને સુંદર કુદરતની અનમોલ ભેટને જનેતાએ કેવી હાલતમાં ત્યજી હશે એ ઘટના સામાન્ય માણસનું કાળજુ કંપાવનારી છે. કુમળી કળીને છોડતા પહેલા કોઈ વિચાર સુદ્ધા નહી આવ્યો હોય કે શું ? એક તરફ એ નિષ્ઠુર જનેતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે તો બીજી તરફ મદદે પહોચેલ 108ના EMT રસીલાબા અને પાયલોટ મેહુલભાઈની ટીમની કામગીરીને બિરદાવી અભિનંદન આપી રહ્યાં છે.