જામનગરઃ કાલાવડ તાલુકાના નવાગામની શ્રી સદગુરુ વંદના શૈક્ષણિક સંકુલમાં આનંદ મેળો યોજાયો હતો. ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણાં દેવતાનું સ્વરૂપ પણ આપે છે. ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજીરોટી નિર્ભર છે. પણ આ ગ્રાહક રાજા મળે તો ક્યાં મળે? તેનો જવાબ છે આ આનંદ મેળો. એટલા માટે જ મંગળવારે કાલાવડ તાલુકા નવાગામની શ્રી સદગુરુ વંદના શૈક્ષણિક સંકુલમાં આનંદ મેળો રાખવામાં આવ્યો હતો. બાળકોના અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનમાં વૃદ્ધિ સાથે મનોરંજન મળે તે માટે યોજાયો હતો.
આ આનંદ મેળામાં ધોરણ 7 થી 12 સુધીના વિદ્યાર્થીઓએે ભાગ લીધો. આ આનંદ મેળામાં 22 સ્ટોલ ઉભા કરવામા આવ્યા હતાં. આ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મળે તે રીતના આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 22 વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આનંદ મેળાની શરૂઆત આંતરરાષ્ટ્રીય શિવકથાકાર હંસદેવ ગીરી બાપુ તેમ જ શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.
આનંદ મેળાની શરૂઆત થતા જ વિદ્યાર્થીઓના વાલીઓ તેમ જ મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી આનંદ મેળાનો ભરપુર લાભ લીધો હતો. આ આનંદમેળા દ્વારા આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પોતાની વિશેષતા અને સમજદારીનો ઉપયોગ કરીને ગ્રાહકોને આર્કિષત કરવા અને સફ્ળ ધંધાદારી કેવી રીતે બનાય એ વિશેનું સંપૂર્ણ જ્ઞાાન શાળા દ્વારા બાળકોને આપવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો દ્વારા નાસ્તો, ચોકલેટ, ઠંડપીણાં, મનોરંજન અને નિશાન લગાવવા જેવી ગેમના વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતાં. વિવિધ શાળાઓના બાળકો સાથે વાલીઓએ પણ મુલાકાત લીધી હતી. અને આ એક દિવસીય બજાર જે નફો થયો તે દરેક વેપારીનો.
ETV Bharat સાથેની વાતચીતમાં આ એક દિવસીય બજારના વેપારીએ જણાવ્યું કે, વેપાર કરવો ખૂબ અઘરો છે. ગ્રાહકોને સમજાવી માલ વેચવાનો અને એમાંથી મહત્મ નફો મળે તેવા પ્રયત્નો કરવા અને આપણાં હરીફો સામે કેમ આપણે વધુ વેચાણ કરવું તે અંગેની માહિતી મળી હતી.