- GIDC ફેઝ-3માં ગૌશાળાના ગોડાઉનમાં લાગી આગ
- ફાયર બ્રિગેડની ટીમે આગને લીધી કાબૂમાં
- ગઈ કાલે પણ ખીજડા મંદિર પાસે ભગારના વાડામાં ભીષણ આગ લાગી હતી
જામનગરઃ દરેડ GIDC ફેઝ 3માં આવેલી ગૌશાળાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેમા ગાયો માટેનો રાખેલો ચારો બળીને ખાખ થઇ ગયો છે. આગ એટલી વિકરાળ રૂપ ધારણ કર્યું હતું કે છેક દૂર દૂર સુધી આગનો ધુમાડો લોકોને જોવા મળતો હતો.
ફાયર ટીમે આગને લીધી કાબૂમાં
ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના બે ફાટક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે. જોકે ગોડાઉનમાં રાખવામાં આવેલો ચારો બળીને ખાખ થઇ ગયો છે.
આગ કયા કારણોસર લાગી હજુ અકબંધ છે
ઉલ્લેખનીય છે કે ગૌશાળાના ગોડાઉનમાં ગાયોને વર્ષ સુધી ચાલે એટલો ચારો સાચવવામાં આવ્યો હતો. જોકે આગ લાગતાં ગોડાઉનમાં રાખેલો મોટાભાગનો ચારો બળીને ખાખ થઇ ગયો છે. હજુ સુધી આગ ક્યા કારણોસર લાગી હતી તે અકબંધ છે.