ETV Bharat / state

મ્યુકોમાઈક્રોસિસની સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે 74 બેડની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ

જામનગરમાં મ્યુકોમાઈક્રોસિસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જી. જી. હોસ્પિટલ ખાતે આ રોગને અટકાવવા કેવી તૈયારીઓ કરવામાં આવી છે. તે અંગે જી. જી. હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

જી.જી. હોસ્પિટલ ખાતે 74 બેડની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ

author img

By

Published : May 11, 2021, 1:26 PM IST

  • મ્યુકોમાઈક્રોસિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો
  • જી. જી. હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી
  • દર્દીને કોઈ પણ લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક નિદાન કરાવવું જરૂરી

જામનગર : કોરોનાની સાથે-સાથે સમગ્ર રાજ્યમાં મ્યુકોમાઈક્રોસિસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ રોગના લક્ષણો તથા આ રોગથી બચવા લોકોએ કેવા પગલાં તથા કાળજી લેવી જોઈએ. જી. જી. હોસ્પિટલ ખાતે આ રોગને અટકાવવા કેવી તૈયારીઓ કરવામાં આવી છે. તે અંગે જી. જી. હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

મ્યુકોમાઈક્રોસિસમાં દર્દીના પ્રાથમિક લક્ષણો
જી. જી. હોસ્પિટલના ENT વિભાગના ડૉ. નિરલ મોદી જણાવે છે કે, મ્યુકોમાઈક્રોસિસમાં કોરોનાની હિસ્ટ્રી ધરાવતા દર્દીને માથામાં દુ:ખાવો થવો, નાકમાં દુ:ખાવો થવો, લોહી નીકળવું, ચહેરા પર એક તરફ દુ:ખાવો થવો, દાંત ઢીલા પડી જવા, એક તરફ માથું દુ:ખવું આ બધા પ્રાથમિક લક્ષણો છે.
આ પણ વાંચો : વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ
રોગ આંખમાં, નાકમાં કે મગજ સુધી પ્રસરે ત્યારે દર્દી માટે મુશ્કેલીઓ વધી
ડાયાબિટીસ, કોરોનાના ગંભીર દર્દીઓ તેમજ લાંબા ગાળાની કિડનીની બિમારી હોય તેવા લોકોને મ્યુકોમાઈક્રોસિસ થવાની શક્યતાઓ વધી જાય છે. તાત્કાલિક નિદાન તથા સારવાર લેવાથી મ્યુકોમાઈક્રોસિસથી થતા નુકસાનથી બચી શકાય છે. કારણ કે, આ રોગ આંખમાં, નાકમાં કે મગજ સુધી પ્રસરે ત્યારે દર્દી માટે મુશ્કેલીઓ વધી શકે છે. જો કોઈ પણ દર્દીને ઉપર મુજબના કોઈ પણ લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.

દર્દી તાત્કાલિક સારવાર લે તો મ્યુકોમાઈક્રોસિસથી થતા નુકસાનથી બચી શકે
હોસ્પિટલના આંખ વિભાગમાં સેવા આપતા ડૉ. રાધાએ જણાવ્યું હતું કે, કોરોનાના ગંભીર દર્દીઓમાં મ્યુકોમાઈક્રોસિસના લક્ષણો જોવા મળે છે. આ રોગ કાનના રસ્તેથી આંખ તથા મગજ સુધી પહોંચે છે. આવા સંજોગોમાં દર્દીની દ્રષ્ટિ ગુમાવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ત્યારે જો દર્દી તાત્કાલિક સારવાર લે તો મ્યુકોમાઈક્રોસિસથી થતા નુકસાનથી બચી શકે છે. આ રોગની સારવાર માટેની તમામ અત્યાધુનિક સુવિધાઓ જી.જી. હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલી છે.
આ પણ વાંચો : વાપીની ખાનગી હોસ્પિટલમાંથી મ્યુકોમાઈક્રોસિસ 2 દર્દીઓને મુંબઈ-સુરત રીફર કરાયા

બિમારીના લક્ષણો જણાય તો તુરંત સારવાર શરૂ કરવી ખુબ જરૂરીમ્યુકોમાઈક્રોસિસને અટકાવવા અંગે મેડિસિન વિભાગના વડા ડૉ. મનિષ મહેતાએ જણાવ્યું હતુ કે, આ રોગથી બચવા સુગરને સંતુલિત રાખવું, જરૂર પડે ઈન્સ્યુલીનનો ઉપયોગ કરવો, સ્વચ્છતા રાખવી, બિમારીના લક્ષણો જણાય તો તુરંત સારવાર શરૂ કરવી ખુબ જરૂરી છે. આ માટે તજજ્ઞોને અલગથી તાલીમ આપવામાં આવી રહી છે તેમજ જી. જી. હોસ્પિટલની ઈન્ફેકશન કન્ટ્રોલ ટીમ પણ સતત કાર્યરત છે. મ્યુકોમાઈક્રોસિસના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરાઇ

જી.જી.હોસ્પિટલ ખાતે મ્યુકોમાઈક્રોસિસની સારવાર માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપતા કોરોના નોડલ ઓફિસર ડૉ. એસ. એસ. ચેટરજી જણાવે છે કે, જી. જી. હોસ્પિટલમાં મ્યુકોમાઈક્રોસિસના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે કોવિડ બિલ્ડિંગમાં 44 બેડનો અલગથી ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં મેડિકલ સારવાર તથા જરૂર પડે ત્યારે સર્જીકલ સારવાર પણ કરવામાં આવી રહી છે. કોવિડ હોસ્પિટલ ખાતે 44 બેડ તથા જુની જી. જી. હોસ્પિટલ ખાતે 30 મળી કુલ 74 બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. જ્યાં હાલ જુની હોસ્પિટલ ખાતે 17 તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે 22 મળી કુલ 39 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.