જામનગર નજીક આવેલ સૈનિક બાલાચડીમાં શનિવારના રોજ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલે અત્યાર સુધીમાં હજારો યોધ્ધાઓ ભારતીય ફોર્સને આપ્યા છે. ખાસ કરીને આર્મી, નેવી,એરફોર્સ,તેમજ SRP, અને BSF માં આજે મોટાભાગના જવાનો જોડાયેલા છે. અહીં ધો.5થી 12 સુધી ફિઝિકલ અને મેન્ટલી તાલીમ આપવામાં આવે છે. દેશભરના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે. આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શહીદ સ્મારક ખાતે શહીદોને પણ શ્રંદ્ધાંજલી આપી હતી.
બાદમાં અભ્યાસમાં અવવલ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તેમજ જ્યારે પણ દેશને જવાનોની જરૂર હશે ત્યારે બાલચડી જેવી સ્કૂલ દેશને જવાનો આપશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો હતો.