જામજોધપુર પથકના ખેડૂતોને સમયસર પાક વીમો આપવામાં આવ્યો નથી. તેમજ ખેડૂતોને વારંવાર ડોક્યુમેન્ટ માટે અધિકારીઓ ધરમના ધક્કા ખવડાવી રહ્યાં છે. જેથી યુથ કોંગ્રેસના પ્રમુખ હેમંત ખવાની આગેવાનીમાં ખેડૂતોએ સુત્રોચાર કરી પોતાની માંગણી મામલતદાર સમક્ષ રજૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદ કારણે ગુજરાતભરના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પેકેજ જાહેર કર્યુ હતું. પરંતુ હાલાર પંથક સહિત જામનગરના મોટાભાગમાં ખેડૂતોનો આ પેકેજનો લાભ મળ્યો નથી. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ પોતાની માગ પૂરી કરવા માટે મામલતદારને આવેદન પાઠવ્યું છે.