જામનગર: જિલ્લાના લાલપુર તાલુકાનું ગર્વ એટલે એક જ કુટુંબમાંથી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વતની અને હાલ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એએલઆઈબીમાં ASI તરીકે ફરજ બજાવતા રામભાઈ ચાવડા તથા તેમની પુત્રી ડો.શિલ્પા ચાવડા તેઓ હેલ્થ ઓફિસ જામજોધપુર તાલુકામાં ડોક્ટર તરીકે દવાખાનામાં ફરજ નિભાવે છે.
આ ઉપરાંત તેમના નાનાભાઈ મનસુખભાઈ ચાવડા દ્વારકા પોલીસ સ્ટેશનમાં એલઆઈબીમાં ફિલ્ડ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તો નાનાભાઇ દિપક ચાવડાની પત્ની મીનાબહેન ચાવડા નર્સ હેલ્થ સેન્ટર વાડીનાર દવાખાનામાં ફરજ બજાવે છે.
તે ઉપરાંત નાનાભાઈ હિરજી ચાવડાનો પુત્ર ગૌતમ ચાવડા લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
મહત્વનું છે કે, એક જ કુટુંબના પાંચ સભ્યો કોરોનાની મહામારી સમય પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોરોના મહામારી સમયે ફરજ બજાવતા પાંચ સભ્યો છેલ્લા એક મહિનાથી એકબીજાને મળી શકતા નથી અને માત્ર ટેલિફોનિક વાતચીત કરી શકે છે.
હાલ દેશમાં જે પ્રકારનું કોરોનાનું સંકટ જોવા મળી રહ્યું છે, ત્યારે લાલપુરના ચાવડા પરિવારના પાંચ સભ્યો રાષ્ટ્ર પહેલા અને પછી બીજું બધું એમ માની સતત પોતાની નિષ્ઠાપૂર્વક ડ્યૂટી નિભાવી રહ્યા છે. આ એક જ કુટુંબના પાંચ સભ્યો કોરોના સંક્રમણ સમયે ફરજ બજાવી જામનગર જિલ્લાનું અને લાલપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.