ETV Bharat / state

મહિલા પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાથી વેપારીનો આબાદ બચાવ, 5 ખંડણીખોરો ઝબ્બે

જામનગરઃ રાજકોટથી જામનગર લાવી ઠેબા ચોકડી પાસે એક વેપારીને કેટલાક લોકો ઢોર માર મારી રહ્યા હતા. ત્યાંથી પસાર થતાં મહિલા કોન્સ્ટેબલે રોકતા વેપારીને મારનાર શખ્શો તેનું અપહરણ કરી ભાગી ગયા હતા. મહિલા કોન્સ્ટેબલે સ્થાનિક પોલીસ અને કંટ્રોલ રુમમાં જાણ કરી હતી. પોલીસે નાકાબંધી કરી અપહરણ કરી 4 કરોડની ખંડણી માંગનાર 5 ઈસમોને પકડી પાડયા હતાં.

મહિલા પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાથી વેપારીનો આબાદ બચાવ
author img

By

Published : Jul 2, 2019, 3:18 AM IST

રાજકોટનાં સંજય કાચરોલાને તેની ઓફીસમાં ત્રણ-ચાર વર્ષ અગાઉ કામ કરતાં ભરતસિંહ રણજીતસિંહ જાડેજા બાકી લીધેલા 3 લાખ રુપિયા પરત આપવાનું કહી રાજકોટથી જામનગર લઈ આવ્યા હતાં. હકીકતમાં ભરતસિંહ જાડેજાએ તેના 4 સાગરીતોએ પૈસા પરત આપવાનો નહીં પણ આંગડીયાનું કામ કરતાં સંજયભાઈનું અપહરણ કરી કરોડોની ખંડણી માંગવાનું કાવતરુ ઘડયુ હતું. ઠેબા ચોકડી પર પહોંચતા સંજયભાઈને પહેલેથી બનાવેલા પ્લાન મુજબ 5 ખંડણીખોરે સંજયભાઈને માર મારવાનું શરુ કર્યુ હતું.

મહિલા પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાથી વેપારીનો આબાદ બચાવ

આ સમગ્ર દ્રશ્ય ત્યાંથી પસાર થતાં મહિલા કોન્સ્ટેબલની નજરે આવતા તેઓએ માર નહીં મારવા જણાવ્યું હતું. ત્યારબાદ આ 5 ખંડણીખોરોએ વેપારીને કારમાં બંધક બનાવી દ્વારકા તરફ કાર હંકારી હતી. મહિલા કોન્સ્ટેબલે સમય સુચકતા વાપરી પોતાના પોલીસ સ્ટેશન, બી ડીવીઝન અને કંટ્રોલ રુમમાં ઘટનાની જાણ કરી હતી. જેથી જામનગર પોલીસે શહેરની બહાર જતાં તમામ રસ્તા ઉપર નાકાબંધી કરી દીધી હતી. પોલીસે અપહરણકારોની ગાડીનો ફીલ્મી ઢબે પીછો કરી તેમને પકડી પાડયા હતાં. ત્યારસ બાદ તપાસ હાથ ધરતા ગાડીમાંથી પિસ્તોલ ઉપરાંત છરી અને અન્ય હથિયારો મળી આવ્યા હતાં. પોલીસે 5 આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને પગલે અપહ્યત વેપારીએ મહિલા કોન્સ્ટેબલનો આભાર માન્યો હતો.

Intro:GJ_JMR_05_01JULY_APHARAN_7202728

જામનગર:પંચ બી પોલીસે ફિલ્મી ઢબે કચ્છના પાંચ ખંડણીખોરોને ઝડપી પાડ્યા... વેપારીનો આબાદ બચાવ

જામનગર : અપહરણ અને ખંડણીના પ્રયાસને નિષ્ફળ બનાવતી પોલીસ જામનગર પંચ બી પોલીસ...ભુજના ખંડણીખોરો દ્વારા રાજકોટના વેપારી પાસે માંગવામા આવતી બે કરોડની ખંડણી હતી...કચ્છના પાંચ ખંડણીખોરો દ્વારા રાજકોટના વેપારીનુ કરાયું હતું અપહરણ

જો કે રાજકોટના વેપારીને અપહરણ કરી દ્વારકા લઇ જવાતો હતો...જામનગર હાઇવે પર ખંડણીખોરો દ્વારા વેપારીને મરાયો માર હતો...વેપારીને માર મારવાની ઘટના સમયે જામનગર પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી....

ખંડણીખોરો ગાડી લઈ ઘટનાસ્થળેથી થઈ પલાયન થઈ ગયા હતા બાદમાં મોરબી પોલીસે આ ખંડણીખોરોને કારનો પીછો કર્યો હતો.. કચ્છના 5 ખંડણીખોરોને ફોરવીલ સાથે ઝડપી પાડયા છે....

ખંડણીખોરોને જામનગર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા બાદ તમામ આરોપીને પંચ બી પોલીસ સ્ટેશન છે અને અહીં તેમની પૂછપરછ કરવામાં આવી છે તેમજ તમામ આરોપીઓને મેડિકલ પણ કરાવ્યું છે....મહત્વની વાત એ છે કે ખંડણીખોરોની ગાડીમાંથી ગન અને છરી સહિતના ઘાતક હથિયારો મળી આવ્યા છે....પોલીસ દ્વારા અપહરણ કરાયેલ વેપારીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.....Body:GJ_JMR_05_01JULY_APHARAN_7202728Conclusion:GJ_JMR_05_01JULY_APHARAN_7202728

Byte: સંદીપ ચૌધરી ડીવાયએસપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.