જામનગર: જિલ્લા સહિત શહેરમાં કોરોના કેસની વધતી સંખ્યાને કાબૂમાં લેવા સતત ટેસ્ટીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે GG હોસ્પિટલની લેબમાં 88 સેમ્પલો પરીક્ષણ માટે લેવાયા હતા. આ સેમ્પલો પૈકી 63 સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
જો કે બાકી રહેલા 25 સેમ્પલના રિપોર્ટનું પરીક્ષણ કરતા બે વ્યક્તિના કેસ પોઝિટિવ આવ્યા છે. આ બંને કેસ પટેલ કોલોની અને મારવાડવાસમાં રહેતા બે પુરુષોનો છે. આમ કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 28 થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી.