ETV Bharat / state

જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 207 વૃક્ષ કપાશે - ટ્રાફિકની સમસ્યા

જામનગરમાં વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો સૂત્રના ધજાગરા ઉડશે. કારણ કે, જામનગરમાં ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ થશે. તે સમયે ફ્લાયઓવરને અડચણરૂપ થતા 207 વૃક્ષને કાપી દેવાશે. જ્યારે મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર પાસે બાહેંધરી લીધી છે કે, 207ના બમણા વૃક્ષ કોન્ટ્રાક્ટરે અન્ય જગ્યાએ વાવવા પડશે.

જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 207 વૃક્ષ કપાશે

author img

By

Published : Apr 5, 2021, 11:23 AM IST

Updated : Apr 5, 2021, 4:13 PM IST

  • જામનગરમાં ફ્લાયઓવરના કારણે 207 વૃક્ષની ચડશે બલી
  • ફ્લાયઓવર બનાવતા કોન્ટ્રાક્ટર 207 વૃક્ષને કાપી નાખશે
  • જામનગરમાં વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો સૂત્રના ધજાગરા

આ પણ વાંચોઃ ખંભાત-ધર્મજ રોડ 18 કિમીનો ફોર લેન માર્ગ બનાવવા 2400 વૃક્ષની ચડશે બલી

જામનગરઃ જામનગર શહેરમાં ફ્લાયઓવર બનવા જઈ રહ્યો છે. તે સમાચાર સારા છે, પરંતુ આ ફ્લાયઓવર બનાવતા સમયે 207 વૃક્ષ કાપવામાં આવશે. તે સમાચાર સારા ન કહી શકાય. એક તરફ વૃક્ષો બચાવવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ ફ્લાયઓવર બનાવવા માટે એક નહીં બે નહીં, પરંતુ 207 વૃક્ષ કાપી નાખવામાં આવશે.

મહાનગરપાલિકાની ટીમ હાલ માસ્ક ઝૂંબેશમાં છે

જામનગરમાં વધતા કોરોનાના કેસને લઈ મહાનગરપાલિકાની ટીમ હાલ માસ્ક ઝૂંબેશમાં જોડાઈ હોવાથી વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. ખાસ કરીને રોડની આજુબાજુમાં રહેલા મહાકાય વૃક્ષોનું નિકંદન મહાનગર પાલિકાની ટીમ દ્વારા કાઢવામાં આવશે.

આ પણ વાંચોઃ વૃક્ષ વાવેતર અને વૃક્ષ ઉછેરમાં ગુજરાત અગ્રેસરઃ વનમંત્રી ગણપત વસાવા

જામનગરમાં 197 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે ફ્લાયઓવર

જામનગરમાં દિવસેને દિવસે કોરોનાના એક બાજુ કેસ વધી રહ્યા છે તો બીજી બાજુ મનપા ટીમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનનાર ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળે છે. કારણ કે, જામનગરની આજુબાજુમાં મહાકાય રિફાઈનરી છે. આ રિફાઈનરીઓના વાહનો પણ જામનગર શહેરમાંથી પસાર થાય છે, જેના કારણે જામનગર શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનાર ફ્લાયઓવર બ્રિજથી જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી માટે ઉકેલ આવશે.

જામનગરમાં ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર નિર્માણ પામશે

રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટો ફ્લાયઓવર 197 કરોડ રૂપિયાના ખર્ચે જામનગર શહેરમાં સુભાષબ્રિજથી સાત રસ્તા સુધી બનાવવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થોડા સમય પહેલાં જ ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

Last Updated : Apr 5, 2021, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.