જામનગરઃ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સુરક્ષાનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં પોલીસ જવાનો અમદાવાદમાં તૈનાત કરી દેવામાં આવ્યાં છે.
બધાની વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં 2 DySP જાહેરમાં ઝઘડ્યા હતા. DySP એ.બી.સૈયદ કારમાં પોતાના પુત્રને અહી લઇ આવ્યાં હતા. જેમાં બીજા DySP એ.બી.વ્યાસે સૈયદના પુત્રનો પાસ માંગતા તેમની પાસે પાસ ન હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. આસપાસ ઉભેલા અન્ય પોલીસ જવાનો પણ ચોંકી ગયા હતા. બંનેએ એકબીજાને જોઇ લેવાની વાત કરી હતી.
DySP વ્યાસે સૈયદની કારને સ્ટેડિયમમાં પ્રવેશ ન આપતા મામલો બિચક્યો હતો. આખરે એક IPS અધિકારીએ આવીને બંને અધિકારીઓને શાંત પાડ્યાં હતા. સ્ટેડિયમના ગેટ પર દિલ્હી પોલીસનાં અધિકારીઓ અને અમદાવાદ પોલીસના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને પોલીસકર્મીઓ વચ્ચે ઝઘડો થયો હતો.
નમસ્તે ટ્રમ્પઃ સુરક્ષામાં તૈનાત જામનગરના 2 DYSP જાહેરમાં ઝઘડ્યા - જામનગરના 2 DYSP જાહેરમાં ઝઘડ્યાં
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સુરક્ષાનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં પોલીસ જવાનો અમદાવાદમાં તૈનાત કરી દેવામાં આવ્યાં છે.