ઉલ્લેખનીય છે કે, જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલરથી ડર્યા વગર પોલેન્ડના 600થી વધુ વિદ્યાર્થીઓને જામનગરમાં આશરો આપ્યો હતો. જેથી આજે પણ પોલેન્ડવાસીઓ જામસાહેબના આ રૂણને ભૂલ્યા નથી અને જામનગરને મીની પોલન્ડ તરીકે ઓળખાવે છે.
જામ સાહેબે જામનગરના લોકોને રોજગારી મળી રહે તે માટે વિવિધ ઈમારતો, કારખાનાઓ પણ સ્થાપ્યા હતા. જામનગર વાસીઓની સુખાકારીમાં વધારો થાય તે માટે વિવિધ જગ્યાએ વિકાસ કાર્યો કરતા હોવાથી આજે પણ લોકો તેમને યાદ કરે છે.
જામ દિગ્વિજયસિંહ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રમુખ પણ હતા. આઝાદી સમયે જ્યારે રજવાડાઓનું વિલીનીકરણની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે જામ સાહેબ નવાનગર રાજ્યને સૌ પ્રથમ સુપ્રત કર્યું હતું.